હાઈ કેમ છો ડાર્લિંગ!! આવો મેસેજ આવે ચેતી જજો! શાનમાં સમજી જાવ તો ઠીક નહીંતર...
આ ટોળકીએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ ના ખાનગી નોકરી કરતા વિજય ભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો સૌથી પહેલા ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને ગુડ મોર્નિંગ બાદ હાઈ કેમ છો ડાર્લિંગ આવો મેસેજ કરવામાં આવે.
કેતન બગડા, અમરેલી: અમરેલી તાલુકાના બાબાપુર નજીક ભોરીંગડા ગામના વિજય ભાઈ પરમારને હની ટેપમાં ફસાવી ત્યાં બોલાવી તેમનું અપહરણ કર્યું અને લઈ જૂનાગઢ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જુનાગઢ જઇ તેમને માર મારી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવી ત્યારે ફરિયાદી વિજયભાઈએ દોઢેક લાખની વ્યવસ્થા કરી આપી અને ત્યારબાદ બીજા દોઢ લાખ રૂપિયા આંગડીયા મારફત મોકલી આપવાની વાત કરી હતી.
ઘટનાની હકીકત પર નજર કરીએ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી આ ટોળકીએ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ ના ખાનગી નોકરી કરતા વિજય ભાઈને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો સૌથી પહેલા ગુડ મોર્નિંગનો મેસેજ કરે અને ગુડ મોર્નિંગ બાદ હાઈ કેમ છો ડાર્લિંગ આવો મેસેજ કરવામાં આવે અને ત્યારબાદ હવે તમે મને ન ઓળખો એમ કરી વાતને આગળ ચલાવે. મારું નામ મનીષા પટેલ છે.
આવી રીતે હનીટ્રેપમાં ફસાવી વિડીયોકોલ મારફતે લલચાવી આ ફરિયાદી વિજયભાઈને રૂબરૂ મળવા બોલાવેલા અને અમરેલી તાલુકાના બાબાપુર ખાતેથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હ્તું. અપહરણ કરી જુનાગઢ લઈ ગયા અને માર મારી વિવિધ ધમકીઓ આપી પૈસા પડાવ્યા બાદ ત્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ફરિયાદી વિજયભાઈ અમરેલી પોલીસમાં ફરિયાદ લખાવી અને આ ફરિયાદને આધારે અમરેલી એસ.ઓ.જી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ: જ્વેલરી શોપમાં ઘૂસ્યા 4 લૂંટારા, ભરબપોરે ફાયરિંગ કરતા ફિલ્મ દ્વશ્યો સર્જાયા
ત્યારબાદ ગણતરીના સમયમાં જ પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ પાંચે પકડાયેલા આરોપીમાં મનિષા પટેલએ અલગ અલગ પોતાના નામથી અલગ-અલગ જિલ્લામાં લોકોને હનીટ્રેપ પ્રેમ જાળમાં ફસાવતી હતી. ત્યારે પોલીસ એપ પૂછપરછ કરતા તેમને માહિતી મળી કે તેમણે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ધારી અને અમરેલી એમ અમરેલી જિલ્લામાં ત્રણ વખત લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.
આ સિવાય રાજકોટ અમદાવાદ ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં હંસાબા, મનિષા પટેલ જેવા વિવિધ નામોથી અનેક લોકોને ફસાયા હોવાનું પોલીસે તેમની પાસેથી જાણો પકડાયેલા આરોપી પર નજર કરીએ તો કુલ પાંચ આરોપીને આ કામમાં પોલીસે ઝડપી પાડયા છે.
5 મહિના બાદ પત્નીએ પતિ પાસે માંગ્યા છુટાછેડા તો પતિએ કર્યું આવું કામ
બટુક ઉર્ફે રણવીર નારાયણભાઈ મોરપુરા રહેવાથી કુબા વિસાવદર તાલુકો અને શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનિષા પટેલ જે અમીરખાન બાબીના વાઈફ છે અને સુખનાથ ચોક જુનાગઢના રહેવાસી છે. આ બંને આરોપી હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર છે. ત્યારે અન્ય ત્રણ આરોપીઓને જુદા જુદા લોકોની માહિતી મેળવી તેમના મોબાઈલ નંબર શોધી અને બટુકને તથા શબાના ઉર્ફે મનિષા પટેલને પહોંચાડતા હતા. આરોપી ત્રીજો જયેશ ઉર્ફે ભોલો, કિશોરભાઈ ખાવડીયા રહેવાસી બીલખા, ચોથા નંબરનો આરોપી સાજણ ગઢવી રહેવાસી ભાડેર તાલુકો ધારી અને પાંચમો આરોપી પ્રદીપ ઉર્ફે પદુ ભુપત પરમાર રહેવાસી ભોરીગડા તાલુકો લીલીયા જિલ્લો અમરેલી આ પાંચેય આરોપીઓ મળી અને અનેક લોકોને પ્રેમજાળમાં ફસાવી રૂબરૂ મળવા બોલાવી વિવિધ ક્લિપો બનાવી બ્લેકમેલ કરી અને પૈસા પડાવતા હતા.
છેલ્લા ઘણા સમયથી આ પ્રેમ જાળ રેકેટ ચલાવતા હતા સમગ્ર ગુજરાતમાં અનેક લોકોને તેમણે ફસાયા હોવાનું પણ પોલીસને જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વખતે અમરેલીના સિંઘમ એસપી નિર્લિપ્ત રાયના વિસ્તારમાં આવવાની ભૂલ કરી અને ઝડપાઈ ગયા હતા. હાલ પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી અન્ય કયા-કયા પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના કર્યા છે. તે તમામ માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડની પણ તજવીજ હાથ ધરી છે.ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અનેક લોકોને હનીટ્રેપ માં ફસાવી ખંડણી અપહરણ ઈ-સેવા ગુના આચરનાર ઠગ ટોળકીને અમરેલી પોલીસે પકડી પાડી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube