5 મહિના બાદ પત્નીએ પતિ પાસે માંગ્યા છુટાછેડા તો પતિએ કર્યું આવું કામ

મળતી માહિતી અનુસાર પ્રતિક અને ખુશ્બુ બંને પતિ-પત્ની છે, જેમના આજે છુટાછેડા થવાના હતા. બંને જણા એ 4 મહિના અગાઉ રજિસ્ટર મેરેજ કર્યા હતા પરંતુ સાથે રહેતા ન હતા.

Updated By: Sep 7, 2020, 10:33 PM IST
5 મહિના બાદ પત્નીએ પતિ પાસે માંગ્યા છુટાછેડા તો પતિએ કર્યું આવું કામ

વલસાડ: વલસાડના અબ્રામા છોટુ ભાઈ પાર્કમાં તેના પરિવાર સાથે રહેતી ખુશ્બૂ બેન પટેલ, બપોરના સમયે પરિવાર સાથે ઘરના અંદર હતી. તે દરમિયાન બારડોલી પાર્સિંગની વેગનાર કાર નંબર જીજે-19-A-6573માં ધરમપુર ખારવેલમાં રહેતો પ્રતીક કુમાર કમલેશભાઈ પટેલ કોઈ ચપ્પુ જેવું ધારદાર હથિયાર લઈ ઘરમાં પ્રવેશી ઉગ્ર બોલાચાલીમાં તેની પત્ની પર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં પત્ની ને ઘરના સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી.

મળતી માહિતી અનુસાર પ્રતિક અને ખુશ્બુ બંને પતિ-પત્ની છે, જેમના આજે છુટાછેડા થવાના હતા. બંને જણા એ 4 મહિના અગાઉ રજિસ્ટર મેરેજ કર્યા હતા પરંતુ સાથે રહેતા ન હતા, અને આજરોજ બંને છૂટાછેડા કરવાના હોય જે અંગે પતિએ ઘરમાં આવી પત્ની સાથે એક કલાક સુધી વાત કરી પછી અચાનક જ કોઈ ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી મુકતા દોડધામ મચી હતી. જ્યાં પત્નીના ભાઈએ ઇજાગ્રસ્ત બેનને વલસાડની ડૉક્ટર હાઉસમાં દાખલ કરાવી  હતી.

યુવતી પર હુમલો કરી પતિ પ્રતીક ઘરના બાથરૂમ માં સંતાઈ ગયો હતો. જેને પોલીસ આવ્યા બાદ બાથરૂમ માં પ્રવેશ કરતા તે બેભાન અવસ્થામાં મળ્યો હતો, અને બાથરૂમ માં મુકેલ ટોયલેટ ક્લીનર પી ગયો હતો. જેથી વલસાડ સીટી પોલીસ ટીમે પતિને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી યુવતી અને યુવક ના જવાબ લેવાની તજવીજ હાથ ધરી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube