ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
હિતલ પારેખ/ગાંધીનગર: જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
મળી રહેલ માહિતી મુજબ સોશિયલ મીડિયામાં પોલીસના થયેલા viral ફેક્સ મેસેજમાં ત્રણ આતંકવાદીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહીમ કે જે પૂલવામાં એટેક સાથે જોડાયેલો છે. આ ઉપરાંત સ્યુસાઇડ બોમ્બર રોહન અને એક મહિલાનો નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોટો આતંકી હુમલો કરી સંભાવનાને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2019: લોકસભાની ટીકીટને લઇને બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં ઘમાસાણ
મહત્વનું છે, કે આઇ.બી દ્વારા આપાવમાં આવેલા એલર્ટ બાદ રેલવે જેવા સ્થળો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા તાકીદ કરવામાં આવી છે. વાયરલ થયેલા પત્રમાં નાયબ કમિશનર ભગીરથ ગઢવીના નામે પત્ર આઇબીના ઇન્પુટમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે વિશ્વભરમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા છે તેને ધ્વંસ કરવાનો આતંકવાદી સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.