કોરોના કાળમાં ફી મુદ્દે હાઈકોર્ટે વાલીઓને આપી મોટી રાહત
હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં.
અમદાવાદઃ એક તરફ કોરોના વાયરસને કારણે હજુ સુધી શાળાઓ શરૂ થઈ નથી. આગામી સમયમાં પણ શાળા ક્યારે શરૂ થશે તેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી નથી. કોરોના કાળ જેવા મુશ્કેલ સમયમાં પણ અનેક ખાનગી શાળાઓ પોતાની મનમાની કરીને વાલીઓ પાસે ફીની માગણી કરી રહી છે. વાલીઓ ફી આપવાની ના પાડી રહ્યાં છે તો ખાનગી શાળાઓ વિરુદ્ધ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
આજે આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે વાલીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં. આમ હાઈકોર્ટના આ ચુકાદા બાદ વાલીઓને રાહત મળશે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશેઃ સરકારની જાહેરાત
હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યુ કે, અમે હાઈકોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. તેમણે કહ્યું કે, આ મુદ્દે શાળા સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે. આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળા સંચાલકો પણ વાલીઓના હિતમાં વિચારે તે વિનંતી કરવામાં આવશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube