ગુજરાતનો આ સરકારી વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ, પાટીલના ખાસ સંભાળે છે આ વિભાગ
Gujarat Home Ministry : શું ગુજરાતના ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે? કરોડોની લાંચની રકમ પણ અહીંથી જ પકડાઈ છે
Corruption ઉદય રંજન/અમદાવાદ : વર્ષ 2023 માં એસીબીએ 199 ફરિયાદ નોંધીને 276 લાંચીયાઓની ધરપકડ કરીને 1,15,69,690 રૂપિયા કબ્જે કર્યા છે. એસીબીના આંકડા મુજબ સૌથી વધારે ભ્રષ્ટાચારી સરકારી બાબુ રાજ્યના ગૃહ વિભાગમાંથી પકડાયા છે.
વર્ષ 2023 એ દેશ અને દુનિયા એ ઘણા ઉત્તર ચઢાવ જોયા છે. જેમાં વાત કરીએ ગુજરાતના ભ્રષ્ટાચારની તો ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત રુશ્વત વિરોધી બ્યુરોએ ચાલુ વર્ષમાં 20/12/23 સુધીમાં 199 લાંચની ફરિયાદ નોંધી છે. જેમાં 276 લાંચીયા સરકારી બાબુઓની ધરપકડ કરી છે અને 1,15,69,690 લાંચ રૂપિયા કબજે કર્યા છે. ઝડપાયેલ 276 આરોપીઓમાં આખા ગુજરાતમાંથી એસીબીના હાથે વર્ગ-1 ના 7 અધિકારીઓની ધરપકડ કરી છે.
મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા બન્યો જલ્લાદ, જાહેરમાં નઈનવેલી દુલ્હનને મારી
વર્ગ 2 ના 28 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો વર્ગ 3 ના 130 સરકારી કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ગ 4ના માત્ર 7 સરકારી કર્મીની ધરપકડ કરવા માં આવી છે ત્યારે સરકારી બાબુ ના વચેટિયા એટલે કે ખાનગી વ્યક્તિઓ 104 પકડાયા છે એસીબીના હાથે ત્યારે ખાનગી વ્યક્તિઓ સૌથી વધુ પકડવા નો ખુલાસો આંકડાકીય માહિતી માં થયો છે
ત્યારે આ તો વર્ષ 2023 ના આંકડાકીય માહિતી ની થઇ તો હવે વાત કરી એ ગુજરાત ના સુધી વધુ ભ્રષ્ટાચારી અને લાંચ ક્યાં વિભાગ માં લેવાય છે તો જાણી તમે પણ ચોકી જશો કેમ કે એ ગુજરાત સરકારનો ગૃહ વિભાગ છે. આ અમે નથી કહી રહ્યા, ગુજરાત એસીબીના આંકડા કહી રહ્યાં છે. ત્યારે ગુજરાત રૂશ્વત વિરોધી બ્યુરોએ શરુ વર્ષમાં ગૃહ વિભાગની અલગ અલગ સરકારી સંસ્થામાં 66 લાંચની ફરિયાદ નોંધી છે. જેમાં 94 લાંચિયા લાંચ લેતા ઝડપાયા છે અને 38,07,100 રૂપિયાની લાંચની રકમ પકડી પાડવામાં આવી છે.
- પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગમાં 35 ફરિયાદ નોંધી 46 લાંચિયાની ધરપકડ કરવામાં આવી અને 1498520 ની લાંચ ની રકમ કબજે કરવામાં આવી છે.
- મહેસુલ વિભાગમાં 25 ફરિયાદ નોંધવામાં આવી છે 32 લાંચિયા ની ધરપકડ કરી છે અને 1570900 ની લાંચની રકમ કબ્જે કરી છે.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં માત્ર વર્ષ દરમિયાન 2 ફરિયાદ નોંધવામાં આવી છે અને 3 ની ધરપકડ કરવા માં આવી છે અને માત્ર 15000 ની રકમ જ કબ્જે કરવામાં આવી છે.
- શિક્ષણ વિભાગ માં 8 ફરિયાદ નોંધી, જેમાં 9 લોકોની ધરપકડ કરી અને 215400ની લંચ ની રકમ કબજે કરી છે.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ 20 ફરિયાદ નોંધી 27 લાંચિયા પકડયા અને 952000 ની લાંચની રકમ કબજે કરી છે.
રાજ્ય સરકારના 7 એવા વિભાગ છે જેમાં શરૂઆતના વર્ષમાં એક પણ લાંચની ફરિયાદ નથી નોંધાઈ છે. પરંતું આંકડાકીય માહિતીમાં રાજ્યના ગૃહ વિભાગમાં સૌથી વધુ લાંચિયા પકડાયા છે અને તાજેતરમાં જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસીબીની ચિંતન શિબિરમાં મુખ્ય હાજરી હતી અને આવા જ લાંચિયા અધિકારીઓને ટાકોટ પણ કરી હતી.
37 હજાર આહીરાણીઓનું એક જ મિશન : મહારાસથી ઈતિહાસ રચીને દ્વારકાધીશને ધજા ચઢાવશે