Vivek Bindra : મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા બન્યો જલ્લાદ, જાહેરમાં નઈનવેલી દુલ્હનને મારી

Vivek Bindra FIR : લોકોને શીખામણના પાઠ શિખામણ આપનારો મોટીવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા પર લાગ્યો પત્નીને મારપીટનો આરોપ... લગ્નના 8 દિવસમાં પતિએ ઢોર માર મારતા પત્નીએ નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી... 
 

Vivek Bindra : મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા બન્યો જલ્લાદ, જાહેરમાં નઈનવેલી દુલ્હનને મારી

Vivek Bindra Trending: વિવેક બિન્દ્રાથી શીખામણના પાઠ શીખનારા, જોઈ લો. લોકોને શીખામણના પાઠ આપનારો પત્ની કેવી રીતે ઢોર માર મારી રહ્યો છે. જાણીતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રા પર પત્નીને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે. હજી આ 6 ડિસેમ્બરે જ બંનેને લગ્ન કર્યાં હતા, અને લગ્નના સાત દિવસમાં જ 14 ડિસેમ્બરે આ ઘટના બની હતી. જેમાં વિવેદ બિન્દ્રાએ જાહેરમાં પત્નીને ફટકારી હતી. લગ્નના 8 દિવસમાં જ મોટીવેશનલ સ્પીકર ભાન ભૂલ્યો હતો. ત્યારે નોઈડાના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી 
વિવેક બિન્દ્રા મોટિવેશનલ સ્પીકર તરીકે પ્રખ્યાત છે. જેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. સોશિયલ મીડિયા પર વિવેક બિંદ્રા લોકોને શીખામણના પાઠ શીખવતો હોય છે. જેમાં તે ઘણીવાર મહિલાઓના સન્માનની વાતો કરતો હોય છે. પરંતુ ખુદ વિવેક બિંદ્રા મહિલાઓનું સન્માન કરવાનું ભૂલી ગયો છે. વિવેક બિંદ્રાએ પોતાની જ પત્નીને એટલો ઢોરમાર માર્યો કે તેની પત્ની યાનિકાને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. 

લગ્નના 8 દિવસમાં ઘર ભંગાયું 
નવાઈની વાત તો છે કે 41 વર્ષના વિવેક બિંદ્રાના લગ્ન હજુ 6 ડિસેમ્બરના રોજ જ થયા છે. અને લગ્નના 8 દિવસમાં જ વિવેક બિંદ્રાએ પોતાની પત્નીને માર મારીને અધમૂવા જેવી કરી નાંખી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિવેક બિંદ્રા બિલ્ડિંગની બહાર તેની પત્ની સાથે માથાકૂટ કરતો જોવા મળી રહ્યો છે. જે વ્યક્તિ લોકોને શીખામણના પાઠ શીખવે છે, એજ વ્યક્તિ પોતાની પત્નીને ઘરમાં ઢોરમાર મારતો હોવાની વાત સામે આવી છે. 

હાલ વિવેક બિંદ્રાની પત્ની યાનિકા હોસ્પિટલમાં દાખલ છે. અને તેણે હવે નોઈડાના પોલીસ સ્ટેશનમાં વિવેક બિંદ્રા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news