બુરહાન પઠાણ/આણંદ :આણંદ જિલ્લાના વાસદ તારાપુર સિક્સ લેન હાઇવે પર બોરસદ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાન હિન્દૂ મુસ્લિમ મિત્રોના કરુણ મોત થયા હતા. ત્યારે સુંદરા ગામમાં બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કોમી એકતાનુ પ્રતિક જોવા મળ્યુ હતું. એક તરફ કુરાનની આયતોનું પઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા. આમ, બંને મિત્રોની અંતિમ યાત્રા તોફાની તત્વો માટે એક મિસાલ રૂપ છે. તેમની વિદાયએ આખુ ગામ ચોધાર આસુંએ રડી પડ્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 વર્ષોની મિત્રતા, સાથે બિઝનેસ કરતા
સુંદરા ગામનાં યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઈ ઠાકોર બંને જણા જીગરજાન મિત્રો હતા. ‘યે દોસ્તી હમ નહી તોડેંગે’ લલકારીને તેઓ મોટા થયા હતા. તેમની મિત્રતા પેટલાદ પંથકમાં ચર્ચાનુ કેન્દ્ર હતી. કારણ કે, 40 વર્ષથી આ મિત્રતા અકબંધ હતી. એટલુ જ નહિ, બંને મિત્રો સાથે એક જ હોટલના વ્યવસાયમાં સંકળાયેલા હતા. 10 વર્ષથી તેઓ હોટલ સંભાળે છે. 


આ પણ વાંચો : કોર્ટે ફેનિલને કહ્યુ, ગ્રીષ્માને મારતો વીડિયો અમે 35 વાર જોયો, તેમાં તમારા પ્રેમ જેવુ કંઈ લાગતુ નથી


કેવી રીતે થયો અકસ્માત
ગોવિંદભાઈ ઠાકોર મિત્ર યુસુફઅલીની રીક્ષામાં બુધવારે વહેલી સવારે બોરસદમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. ત્યારે તારાપુર વાસદ હાઇવે પર બોરસદ ટોલનાકા નજીક રીક્ષાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમની રીક્ષાને ટક્કર મારી હતી. જેને કારણે બંને મિત્રો ગંભીર પણે ઘવાયા હતા. જોકે, બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેને લઈને સુંદરા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. 


યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઇ ઠાકોરના મૃતદેહો સુંદરા ગામે લાવવામાં આવ્યા હતા અને બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. જનાજા અને નનામી સાથે નીકળેલી અંતિમ યાત્રામાં બંને કોમના લોકો જોડાયા હતા. ગામલોકોએ જનાજા અને અર્થીને કાંધ આપી બંને મિત્રોને અંતિમ વિદાય આપતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું. 


આ પણ વાંચો : 


જાણો દિલીપ સંઘાણીએ એવુ કેમ કહ્યું કે હાર્દિક પટેલનો વિશ્વાસ ન કરી શકાય


LRD ભરતી આંદોલનનો સુખદ અંત, 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરશે સરકાર