ઝી બ્યુરો/અમદાવાદ: શહેરની સેન્ટ ઝેવિયર્સ કોલેજને છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. જેમાં હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી, સાથે જ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાં ન ફસાવા માટે અપીલ કરી હતી. સંઘવીએ કહ્યું કે, બધી ફેશન કરજો પર ડ્રગ્સની ફેશન ન કરતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સૌથી તાકતવર અધિકારી કોણ હોય છે? કોની પાસે છે સૌથી વધુ પાવર?


સાથે જ સાયબર બુલિંગનો સામનો કરવાની સંઘવીએ વિદ્યાર્થીઓને અને વાલીઓને સલાહ આપી. સંઘવીએ સૌને આશ્વાસન આપતા કહ્યું કે આવા કિસ્સામાં તમારે ગભરાવું ન જોઈએ. તમે અમારી પાસે આવી શકો છો. સાથે જ સગીરાઓ કે યુવતીઓને થતી હેરાનગતિ પર હર્ષ સંઘવીએ કહ્યું કે આવા કિસ્સામાં પરિવારે ખાસ કરીને માતાએ દીકરીઓનો સાથ આપવાની જરૂર છે. જેથી તેઓ આવી ઘટનાઓ વિશે ખુલીને વાત કરી શકે.


આ ફિલ્મે એટલી કમાણી કરી હતી કે રૂપિયા ગણવા નોકરીએ રખાયા હતા માણસો, 3 મહિના થિયેટરો..


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સેન્ટ ઝેવિયર્સ કોલેજના છઠ્ઠા ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રેજ્યુએશન ડેની ઉજવણીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહીને હર્ષ સંઘવીએ અલગ અલગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ડીગ્રી આપી હતી. આ પ્રસંગે ઝેવિયર્સ કોલેજમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને સંબોધતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 


Aadhaar Card આ ડોક્યુમેન્ટ તરીકે નહીં ગણાય માન્ય, સરકાર બદલી રહી છે નિયમો


તેમણે જણાવ્યું કે, રીલના જમાનામાં કોઇ કરિયરની વાત કરે એ યુવાઓને બોરિંગ લાગે છે. બધી ફેશન કરજો પરંતુ ડ્રગ્સનું ફેશન નહીં કરીએ. યુવાનોની કારકિર્દી ના બગડે એ માટે એમના નામ ડ્રગ્સમાં સામે આવતા નથી. તમારા કોઇ મિત્ર ડ્રગ્સ લેતા હોય તો એની ભૂલને છુપાવો નહીં. આપણે ડ્રગ્સ લેતા મિત્રને રોકી સામે લાવીએ. અમે અનેક ડ્રગ્સ રવાડે ચડેલા યુવાનોને પકડીયે છીએ. અમારી પાસે બધી માહિતી હોય છે પણ અમે યુવાનો ઉપર કેસ કરતા નથી. એમનું કરિયર બરબાદ ન થાય માટે અમે કેસ કરવાનું ટાળીએ છીએ. 


ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ આપઘાત કર્યો


હર્ષ સંઘવીએ ફેક ન્યૂડ કોલ વિશે જણાવ્યું હતું કે તમારા પર કોઈ ફેક ન્યૂડ કોલ આવે તો શું કામ ડરવું જોઈએ? હર્ષ સંઘવીએ કહ્યું શું કામ સ્યુસાઇડ કરવું જોઈએ? એવું કંઈ થાય તો તમે પોલીસને જાણ કરો. તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરો.