બોલિવૂડની આ ફિલ્મે એટલી કમાણી કરી હતી કે રૂપિયા ગણવા નોકરીએ રખાયા હતા માણસો, 3 મહિના થિયેટરો રહ્યા હતા હાઉસફૂલ

વર્ષ 1980માં એક જબરદસ્ત એક્શન થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેના એક્શન સીન્સ, ગીતો અને ફિલ્મની સ્ટોરીને પગલે થિયેટરો હાઉસફૂલ જતા હતા. આજે પણ લોકોને આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ છે. આ ફિલ્મ 1980ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી, જેમાં વિનોદ ખન્ના સાથે ફિરોઝ ખાન અને અભિનેત્રી ઝીનત અમાન હતા. મુંબઈના એસ સિનેમામાં આ ફિલ્મ ત્રણ મહિના સુધી હાઉસફુલ રહી, પરંતુ આ ફિલ્મ પછી પીઢ સ્ટાર વિનોદ ખન્નાએ અચાનક 'સન્યાસ' લઈ લીધો હતો.
 

બોલિવૂડની આ ફિલ્મે એટલી કમાણી કરી હતી કે રૂપિયા ગણવા નોકરીએ રખાયા હતા માણસો, 3 મહિના થિયેટરો રહ્યા હતા હાઉસફૂલ

ઝી બ્યુરો/નવી દિલ્હી: હાલમાં આપણે એનિમલની ચર્ચાઓ કરી રહ્યાં છે. એનિમલની કમાણી 800 કરોડે પહોંચી છે. દેશમાં સૌથી વધારે કમાણી આમિરખાનની ફિલ્મ દંગલે કરી છે. તમને એ ખબર નહીં હોય બોલિવૂડના એક હીરોની ફિલ્મે સતત 3 મહિના સુધી થિયેટરોમાં હાઉસફૂલ રહી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિરોઝ ખાને ફિલ્મની નોટો ગણવા માટે એક ટીમની નિમણૂક કરી હતી. આ ફિલ્મ ફિરોઝ ખાને 1.55 કરોડમાં બનાવી હતી અને તેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 6 કરોડ અને વિશ્વભરમાં 12 કરોડથી વધુની કમાણી કરી હતી.

વિનોદ ખન્ના આજે પણ સુપરસ્ટાર ગણાય છે. તેમણે ફિલ્મમાં શરૂઆત વિલન તરીકે કરી હતી પરંતુ તેમના અભિનયથી નિર્માતાઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેઓ હીરો બની ગયા. એક સમયે બોલિવૂડના સૌથી ફેવરિટ એક્ટર હતા. તેમની ફિલ્મો રિલિઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર હિટ થઈ જતી હતી. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુર્બાની' ની છે, જે બ્લોકબસ્ટર બનતાંની સાથે જ સુપરસ્ટારનો બોલિવૂડથી મોહભંગ થઈ ગયો હતો.

વિનોદ ખન્ના એટલે હિટની ગેરંટી 
વિનોદ ખન્ના એ બોલીવુડ સ્ટાર્સમાંના એક હતા જેમની પાસે પૈસા, ગ્લેમર અને ખ્યાતિ બધું જ હતું. તેમણે 1971 થી 1980 ની વચ્ચે લગભગ 47 મલ્ટી હીરો ફિલ્મોમાં કામ કર્યું. કહેવાય છે કે વિનોદ ખન્ના જે પણ ફિલ્મમાં હતા, તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ શકે છે. ઘણી વખત એવું બનતું હતું કે તેમની ફિલ્મો ઘણા દિવસો સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી રહેતી હતી. તેમની કેટલીક સુપરહિટ ફિલ્મોમાં 'એક ઔર એક ગ્યારા', 'હેરા ફેરી', 'ખૂન પસીના', 'અમર અકબર એન્થોની', 'ઝમીર', 'પરવરિશ' અને 'મુકદ્દર કા સિકંદર' જેવી હિટ ફિલ્મો લિસ્ટમાં સામેલ થાય છે.

અમિતાભે ફિલ્મ નકારી અને વિનોદ ખન્નાનું નસીબ ખૂલ્યું
43 વર્ષ પહેલાં વર્ષ 1980માં રિલીઝ થયેલી ફિલ્મ 'કુર્બાની' તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ હતી. 20 જૂન, 1980ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઝીનત અમાન વિનોદ ખન્ના સાથે ફિરોઝ ખાન સાથે જોવા મળી હતી. જો કે, વિનોદ ખન્નાના રોલના નિર્માતાઓ અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો. આ પછી તે વિનોદ ખન્નાના ખોળામાં આ ફિલ્મ આવી અને તે વર્ષની બ્લોકબસ્ટર બની.

'કુર્બાની'એ તોડ્યો કમાણીના રેકોર્ડ
કહેવાય છે કે જ્યારે ફિલ્મ 'કુર્બાની' રીલિઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. કહેવાય છે કે મુંબઈમાં જ ત્રણ મહિના સુધી હાઉસફુલની સ્થિતિ હતી. ફિલ્મની જોરદાર કમાણીથી નોટોનો વરસાદ થયો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિરોઝ ખાને ફિલ્મની નોટો ગણવા માટે એક ટીમની નિમણૂક કરી હતી. આ ફિલ્મ ફિરોઝ ખાને 1.55 કરોડમાં બનાવી હતી અને તેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 6 કરોડ અને વિશ્વભરમાં 12 કરોડથી વધુની કમાણી કરી હતી.

ફિલ્મ બ્લોકબસ્ટર બનતાંની સાથે જ સન્યાસ લીધો
આ ફિલ્મ રિલીઝ થયા બાદ પોતાના સ્ટારડમની ટોચ પર રહેલા વિનોદ ખન્નાએ અચાનક આધ્યાત્મિકતાના માર્ગે પ્રયાણ કર્યું. તેણે બોલિવૂડને અલવિદા કહ્યું અને બધું છોડીને ઓશોનું શરણ લઈ લીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news