હિતલ પારેખ/ગાંધીનગર: અમદાવાદની છેડતીની ઘટના અંગે રાજ્યાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવો સંદર્ભે 15 જુનના રોજ વહેલી સવારે આ ઘટના બની હતી. એક બેન સુતી હતી ત્યારે આ ઘટના બની હતી. જેથી તેઓ ફરિયાદ આપવા તૈયાર ન હતા પણ આજે તેઓ ફરિયાદ આપવા તૈયાર થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેનની ફરિયાદ મળતાની સાથે જ ગુનો દાખલ કરીને છેડતી કરનાર નરાધમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પાસે જે માહિતી છે એ માહિતી પ્રમાણે આ કૃત્ય કરનાર યુવાનની ધરપકડ લોકલ પોલીસ દ્વારા જ કરવામાં આવશે. સામાન્ય રીતે સીસીટીવી કેમેરાનું આયોજન કરતાં હોય છે.અને ભાડુઆત તરીકે કોઇ રહેતા હોય તો તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની જ હોય છે. આ નિયમને વધુ કડક કરવામાં આવશે


સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ


આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

જુઓ LIVE TV



અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.