close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

દિવસેને દિવસે લોકોની વિકૃતિ વધી રહી છે, જેની સામે મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે. બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ હવે પોતાના ઘરના ઝાંપે પણ સુરક્ષિત નથી. ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં નવરંગ પુરા વિસ્તારમાં ચાલતા એક ગર્લ્સ પીજીમાં, જ્યાં અંદર 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યાં એક યુવક અડધી રાત્રે પીજીમાં આવીને યુવતીને શારીરિક અડપલા કરે છે અને બાદમાં ત્યાંથી ભાગી જાય છે. ફ્લેટમાં ડ્રોઈંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવકની ગંદી હરકત કેદ થઈ છે. તો સાથે જ એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવકનો ચહેરો દેખાઈ આવ્યો છે. સાથે જ તે ત્યાંથી બાઈક લઈને ભાગી રહ્યો છે તે પણ જોવા મળ્યું. 

Updated: Jun 19, 2019, 01:58 PM IST
આ છે એ વિકૃત યુવાન, જેણે ગર્લ્સ PGમાં ઘૂસીને યુવતીને ગંદો સ્પર્શ કર્યો

અમદાવાદ :દિવસેને દિવસે લોકોની વિકૃતિ વધી રહી છે, જેની સામે મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે. બાળકીઓ, યુવતીઓ, મહિલાઓ હવે પોતાના ઘરના ઝાંપે પણ સુરક્ષિત નથી. ત્યારે મહિલા સુરક્ષાના દાવા પોકળ કરતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં નવરંગ પુરા વિસ્તારમાં ચાલતા એક ગર્લ્સ પીજીમાં, જ્યાં અંદર 19 યુવતીઓ સૂઈ રહી હતી, ત્યાં એક યુવક અડધી રાત્રે પીજીમાં આવીને યુવતીને શારીરિક અડપલા કરે છે અને બાદમાં ત્યાંથી ભાગી જાય છે. ફ્લેટમાં ડ્રોઈંગ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવકની ગંદી હરકત કેદ થઈ છે. તો સાથે જ એપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરામાં યુવકનો ચહેરો દેખાઈ આવ્યો છે. સાથે જ તે ત્યાંથી બાઈક લઈને ભાગી રહ્યો છે તે પણ જોવા મળ્યું. 

Video : સુરક્ષા વગર રામભરોસે ચાલતા અમદાવાદના PG, યુવકે અડધી રાત્રે આવીને સૂઈ રહેલી યુવતીને અડપલા કર્યાં

ગર્લ્સ પીજીમાં રહેતા જે યુવકની તસવીર અને વીડિયો સામે આવ્યા છે, તેમાં તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. યુવકે પીળા રંગની ટીશર્ટ પહેરી છે. તેણે એપાર્ટમેન્ટની નીચે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું અને તેની પોલ ખૂલતા જ તે બાઈક લઈને નાસી ગયો હતો. ત્યારે આ વિકૃત શખ્સની તમામ ગંદી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે.

14 જૂનના રોજ ગર્લ્સ પીજીમાં બનેલી આ ઘટના 19 જૂનના રોજ બહાર આવતા ઉહાપોહ મચ્યો છે. અમદાવાદમાં મહિલા સલામતીના પ્રશ્નો ફરીથી ઉભા થયા છે, ત્યારે બહારગામથી આવીને પીજીમાં એકલી યુવતીઓની સલામતીનું શું. ઘટના બનીને ચાર દિવસ થઈ ગયા છતા પણ પીજીના સંચાલક કે જે યુવતીની છેડતી થઈ છે તેના દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ પીજીના સંચાલકને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવાવામાં આવ્યા હતા. 

ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ 
છેડતીની બનેલી ઘટના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશો અપાયા છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરવા કહેવામાં આવ્યું છે. 

રાજ્યસભા ચૂંટણી માટે જો એસ.જયશંકરનું નામ નિશ્ચિત તો, બીજા ઉમેદવાર માટે આ નામ છે ચર્ચામાં...

આ ઘટના સામે મહિલા આયોગ પણ લાલઘૂમ થયુ છે. રાજ્યભરની મહિલા હોસ્ટેલોમાં મહિલા ચોકીદાર મૂકવામાં આવે તેવી ભલામણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવશે. રાજ્યભરની હોસ્ટેલોમાં આ પ્રકારની ઘટના ન બને તેની પણ તપાસ કરવામાં આવશે. 

ગૃહિણીનું બજેટ વેરવિખેર કરી નાંખે તેટલો સીંગતેલ-કપાસીયા તેલમાં ભાવવધારો થયો

શું બન્યું હતું એ રાત્રે...
પીજીના સંચાલક સનીભાઈએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, કમલનયન એપાર્ટમેન્ટમાં હું ચાર ફ્લેટમાં પીજી ચલાવુ છું. 20 વર્ષથી મારું પીજી ચાલે છે. દરેક ફ્લેટ એક વોર્ડન રાખી છે. તે દિવસે બન્યુ એમ કે, વોર્ડન બહાર ગયા હતા ત્યારે એક દીકરીને લોક કરવા કહ્યું હતું. એક સ્ટુડન્ટ તાળુ મારવાની ભૂલી ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગ્યે અજાણ્યો શખ્સ ફ્લેટમાં આવ્યો હતો. અમારે ત્યા 12 કેમેરા લાગેલા છે. સૌથી પહેલા તો આ યુવકે પીજીના ફ્લેટમાં બારીમાં ડોકિયુ કર્યું હતું. ત્યાર બાદ મોબાઈલથી વીડિયો લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં એક ફ્લેટનો દરવાજો ખોલ્યો, અને યુવતીને અડપલા કર્યા. યુવતી સૂતી હતી તેથી તેની હિંમત ખુલી ગઈ હતી અને તે બીજા રૂમમાં ગયો અને ત્યાં ડોકિયુ કરવા લાગ્યો. એ રૂમમાં વાંચતી સ્ટુડન્ટનું ધ્યાન ગયું. ત્યારે યુવક ભાગી ગયો હતો. આ ઘટના બાદ હવે અમે ગાર્ડ રાખ્યો છે. વોર્ડનને ધ્યાનમાં રાખીને અમે પોલીસ ફરિયાદ કરી ન હતી, તેથી હવે અમે આ મામલે ફરિયાદ કરીશું. હવે આ પછી અમે તકેદારી રાખીશું અને યુવતીઓની સુરક્ષાનું ધ્યાન રાખીશું. અમે દિવસે પણ જમાદાર રાખવાની શરૂઆત કરી દીધી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :