મોરબી : વર્તમાન સમયમાં પ્રેમ સબંધમાં કરૂણ અંજામ આવ્યું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. મોરબી જીલ્લામાં તાજેતરમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં યુવાને તેના વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીની માતા સહિતના પરિવારને થતા યુવાનનું યુવતીની માતા અને બે મામા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી યુવાનનું મોત નીપજતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. હાલ તો પોલીસે યુવાનની હત્યાના ગુનામાં યુવતીની માતા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 25 નવા કેસ, 14 રિકવર થયા, એક પણ મોત નહી


મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ ભરતભાઇ કુબાવતને (ઉ.૪૫) તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીના ઘરે થઇ જતાં યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું. યુવાનને વાડીએ લઈ જઈને માર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજા પામેલા મિતેશને સારવાર માટે ખસેડાયો હતો. જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી મિતેશની માતાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. 


બસ હવે આ બાકી હતું? પાટણમાં ચાર-પાંચ લીંબુ મુદ્દે બે પરિવારો વચ્ચે ધીંગાણું, ફરિયાદ થતા પોલીસ પણ દોડતી થઇ


મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતો મિતેશ ભરતભાઇ કુબાવત તેના પિતરાઇ ભાઈની સાથે ગામમાંથી બુલેટ લઈને જઇ રહ્યો હતો ત્યારે તા ૪ ના રોજ સાંજે પાંચેક વાગ્યે પરેશભાઇએ મિતેશના બુલેટમાં તેનું બાઇક અથડાવ્યું હતું અને બાદમાં ધર્મેશભાઇએ પાછળથી સફેદ કલરની આઇ-૧૦ ફોરવ્હીલર ગાડીમાં આવીને લાકડાના પાવડાના હાથાના ધોકા વડે માર માર્યો હતો. પરેશભાઇ તથા ધર્મેશભાઇએ મિતેશનું તેની કારમાં અપહરણ કર્યું હતું અને સી.એન.જી. ગેસના પંપ પાછળ વાડી વિસ્તારમા તેને લઇ જઇને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. મીનાબેને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજા પામેલા મીતેશનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું.


ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે તમંચે પે ડિસ્કો? નાની સુના લશ્કર પાસે હોય તેટલા હથિયારો ઝડપાયા


મૃતક યુવાનને જે યુવતી સાથે પ્રેમ હતો તે યુવતી તેની સાથે જ લગ્ન કરવા માટે પરિવારના સભ્યોને કહેતી હતી. જેથી યુવતીની માતા અને તેના બે મામાએ મળીને યુવાનને માર મારવા માટેનો પ્લાન બનાવ્યો હતો. તેનું અપહરણ કરીને તેને માર માર્યો હતો. જેથી કરીને યુવાનનું તો મોત નીપજયું છે. જો કે, યુવતીની માતા અને બંને મામા હાલમાં હત્યાના ગુનામાં ફિટ થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube