Accident News : ગુજરાતમાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ - અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ટ્રેલર પાછળ પુર પાટ ઝડપે આવતી ગાર ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે ઘટના સ્થળે જ કારમાં સવાર 3 યુવકોના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના યંગસ્ટર્સને રફ્તારનો કહેર મોંઘો પડી રહ્યો છે. પૂરપાડ ગાડી દોડાવવામાં લોકો પોતાનો જીવ લઈ રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની વિગત જોઇએ તો માલવણ સીએનજી પંપ નજીક કાર લઇને પસાર થઇ રહેલા ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને કાર આગળ જઇ રહેલી ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કાર બહુ જ સ્પીડમાં હતી. 


જે કુંડમાં પીએમ મોદીએ ફેંક્યો હતો સિક્કો, ત્યાંથી નીકળ્યા અધધધ 12 કરોડ રૂપિયા


અકસ્માતમાં કારનો બુકડો બોલાઈ ગયો હતો. કારનો આગળનો ભાગ ભંગાર બની ગયો હતો, તો ત્રણેય યુવકો કારમાં ફસાયા હતા. કારની બોડી ચીરીને યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. 


નજરે જોનારા માટે આ દ્રશ્યો બહુ જ ભયાનક હતા. ત્રણેય યુવકોના મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 


જામનગરના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ