ભાવનગર : સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ગતરાતથી આજે રવિવારે સવાર સુધીમાં જ ઉનામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદથી રાવલ ડેમના ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. મછુન્દ્રી ડેમ પણ છઠ્ઠીવાર ઓવરફ્લો થયો છે. મછુન્દ્રી નદીમાં ઘોડાપુર આવતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. મછુન્દ્રી નદીમાં ઘોડાપુર આવતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ મોડી રાત્રે તળાજા અને મહુવા સહિતના અનેક તાલુકાઓમાં તોફાની વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારનો વિજ પુરવઠ્ઠો ખોરવાયો હતો. વહેલી સવાર સુધી તોફાની વરસાદ વરસતો રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનમાં ગુમાવી નોકરી, પરંતુ દિવ્યાંગ કપલે ફરસાણ વેચીને પોતાને આત્મનિર્ભર બનાવ્યા

ઉનાનું ખત્રીવાડા ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ઘોડાપુર આવતા ગામના બે ઉભા ફાટા પડી ગયા હતા. ગામની વચ્ચેનો કોઝ વે પુરના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી ખત્રીવાડા ગામના લોકો બંન્ને બાજુ ફસાઇ ચુક્યા છે. બે દિવસ પહેલા આ નદીમાં એક કિશોર ડુબી જવાથી મોત નિપજ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે પહેલાથી જ લીલા દુષ્કાળની સ્થિતી સર્જાઇ છે. ત્યારે આ વરસાદ ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન સાબિત થયો છે. 


નવરાત્રિ યોજવા મુદ્દે આમને-સામને થયા તબીબો અને કલાકારો, સામસામે આક્ષેપબાજી થઈ

ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજામાં રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં નાટકીય પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાર પવન સાથે વરસાદ વરસતા ખેતીમાં ઉભા પાકને ખુબ જ નુકસાન થયું હતું. આ ઉપરાંત ઉભા પાક ભારે વરસાદ અને પવનના કારણે ઢળી ગયા હતા. જેથી વધારે નુકસાન થયું હતું. મહુવામાં કુલ સિઝનનો 127.10 ટકા જ્યારે તળાજામાં 76.20 ટકા વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેત ઉત્પાદન પર પણ ખુબ જ માઠી અસર પડી છે. આ વરસાદનાં કારણે ખેડૂત માટે પડતા પર પાટુ સમાન છે. 

પોરબંદરમાં પણ ધમાકેદાર વરસાદની બેટિંગ
રવિવારે પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગામોમાં વરસાદની તોફાની બેટિંગ કરી હતી. બપોરના 2 થી 4-30 વાગ્યા સુધીમાં વરસ્યો અનરાધાર વરસાદ. અઢી કલાકમાં અંદાજે 2 થી લઈ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ફટાણા, શીંગડા, ભેટકડી, સોઢાણા, અડવાણા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો. 

દ્વારકા તથા ખંભાળિયા વિસ્તારમાં પણ ભારે વરસાદ
દ્વારકા જિલ્લો તથા ખંભાળિયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગાજ વીજ સાથે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જાણે ભર ચોમાસુ હોય તેવા વાતાવરણ બાદ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબના વરસાદથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ખંભાળિયા શહેર અને પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. 


અમરેલીમાં પણ તોફાની વરસાદ ખાબક્યો
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તોફાની વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. વડેરા, નાના ભંડારીયા, સણોસરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબક્યો. અવિરત વરસાદ થી ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. 


ગોંડલમાં તબક્કાવાર ધીમીધારે વરસાદ શરૂ
ગોંડલ માં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગોંડલ, શાપર વેરાવળ, કેશવાળા, મેતાખંભાળિયા, વસાવડ, શ્રીનાથગઢ સહિતના ગામોમાં વરસાદ તબક્કાવાર શરૂ થયો હતો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થી લોકોને ગરમી માંથી મળી રાહત મળી હતી. જો કે ખેડૂતોના પાકને આ વરસાદ વધારે નુકસાનકારક સાબિત થયો હતો.


કચ્છના મુંદ્રામાં વરસાદની તોફાની બેટિંગ
કચ્છના મુંદ્રામાં તોફાની વરસાદ ત્રાટક્યો હતો. મુન્દ્રામાં મેઘરાજાનું તોફાની તાંડવ જોવા મળ્યું હતું. 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વીજળીના ભારે કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. બારોઇ રોડ ઉપર પાણી ભરાયા હતા. સ્થાનિકોને પણ વરસાદના કારણે મુશ્કેલી નડી હતી. બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ હતી.


ભાવનગરના વલ્લભીપુરમાં બે બાળકો ડુબ્યાં
ગુજરાત બ્રેકીંગ ભાવનગર વલભીપુરના ખેતા ટીંબી ગામે ઘેલો નદીમાં બે બાળકો ડુબ્યા. ગામલોકોની ભારે જહેમત બાદ એક બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતા વલભીપુર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. એક બાળક હજુ પણ લાપતા ગામના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube