અતુલ તિવારી/અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજીતરફ આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. હવે અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવીને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની પોલિસીને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પત્ર દ્વારા એસોસિએશને રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિને ત્રણ સવાલ પૂછ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસોસિએશનનો આરોગ્ય સચિવને પત્ર
અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ હોમ્સ એસોસિએશ દ્વારા આરોગ્ય સચિવ જયંતિ રવિને લખવામાં આવેલા પત્રમાં ત્રણ મહત્વના સવાલો પૂછ્યા છે. જેમાં ખાનગી લેબમાં પરવાનગી બાદ જ ટેસ્ટિંગ થઈ શકશે આ નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છે, જો કોઈ મુશ્કેલી સર્જાશે તો આ નિર્ણય લેનાર જવાબદાર રહેશે. બીજા સવાલમાં આ પોલિસીને અમલમાં મુકતા પહેલા કોઈ આરોગ્ય નિષ્ણાતનો અભિપ્રાય લેવાયો હતો? જ્યારે ટેસ્ટિંગની સંખ્યાને નિયંત્રણમાં રાખીને વધારે ટેસ્ટિંગ ન કરવાનો નિર્ણય લેવા પાછળનો શું તર્ક છે? આ ત્રણ મહત્વના સવાલો પૂછવામાં આવ્યા છે. 


SVP હોસ્પિટલની ગંભીર બેદરકારી, કોરોના પોઝિટિવ દર્દી ભાગી ગયો, પોલીસે શરૂ કરી તપાસ  


સરકારના નિર્ણયથી ડોકટરો અને હોસ્પિટલોને પડતી સમસ્યાઓ અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  મેડિકલ ઈમરજન્સી હોય તેવા દર્દીઓની સર્જરી પહેલા ટેસ્ટિંગ જરૂરી છે ત્યારે તેવા દર્દીઓના ટેસ્ટ્સ ઝડપથી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે જેથી દર્દીઓને બીજી કોઈ સમસ્યા ન થાય. કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે તેમણે કહ્યું હતું કે દર્દીઓને જલ્દીમાં હોસ્પિટલમાં લઇ લેવાય એ જરૂરી છે નહિતર દર્દીને દાખલ કરવામાં 2-3 દિવસનું મોડું થાય ત્યારે દર્દીના સગાવ્હાલાઓ ચિંતામાં મુકાય છે. જો દર્દી પોઝિટિવ છે તો તેના સગાવ્હાલાઓ તેની સાથે જ રહેતા હોવાથી તેઓ સુપરસ્પ્રેડર બને તેવી સંભાવના રહેલી છે.


એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ ગુજરાતના વધી રહેલાં મૃત્યુદર અંગે પણ ઓછા ટેસ્ટને જવાબદાર ગણાવ્યા છે. કોરોના સંકટમાં રૂપાણી સરકારના નિર્ણય પર સૌથી મોટો આરોપ લગાવતા આ પત્રમાં જણાવાયું છે કે સરકારના અલગ અલગ પરિપત્રના આદેશથી કોરોના ટેસ્ટિંગમાં સમય વધારે અને પરિણામ મોડા મળે છે.


સિવિલમાં મૃતકના દાગીના અને સામાનની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ


સૌપ્રથમ સરકારે માત્ર સરકારી હેલ્થ સેન્ટર્સમાં ટેસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો ત્યાર બાદ પ્રાઈવેટ લેબ્સમાં મંજૂરી આપી હતી. આ મંજૂરીને પગલે 1થી 10 મે દરમિયાન 6થી 8 કલાકમાં ટેસ્ટનું રિઝલ્ટ આવી જતું હતું અને 60-70 ટકા જેટલાં દર્દીઓના ટેસ્ટ માટેની મંજૂરી મળતી હતી. આવામાં હવે નવા આદેશના પગલે આ જ સમય ત્રણ દિવસનો થઈ જાય છે. જ્યારે ટેસ્ટ કરવાની મંજૂરી માત્ર 10-20 ટકા દર્દીઓ માટે મળે છે. 


એસોસિએશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે,  ટોસિલિઝુમેબ ઈન્જેકશન ન મળતાં હોવાની વ્યાપક ફરિયાદ આવી રહી છે. કોરોનાના કેટલાક દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ દ્વારા ટોસિલિઝુમેબ ઈન્જેકશન લાવી આપવાનું કહેવામાં આવે છે. દર્દીના સ્વજનો શહેરભરમાં ટોસિલિઝુઉમેબની શોધમાં ફરે છે ઈન્જેક્શન મળતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર