ડભોઈ : બાળકને ધાવણ કરાવવામાં અસક્ષમ પત્નીને પતિએ આત્મહત્યા કરવા મજબૂર કરી
Suicide Case : પતિએ ઝઘડા બાદ પત્નીને તેના પિયરમાં તરછોડી દીધી, માનસિક રીતે કંટાળેલી પરિણિીતાએ મોત વ્હાલુ કર્યું
Married Woman Suicide ચિરાગ જોશી/ડભોઈ : સમગ્ર ગુજરાત ભરમાં દિવસેને દિવસે આત્મહત્યાના કેસોમાં વધારો નોંધાયો છે. રોજને રોજ ગુજરાતના કોઈ ને કોઈ શહેરોમાં આત્મહત્યાના કિસ્સા સામે આવે છે. ત્યારે વડોદરાના ડભોઈ તાલુકામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે, પત્ની શારીરિક ખામીના કારણે પોતાના બાળકને ધાવણ ન કરાવતા નરાધમ પતિ અને સાસુ સસરા દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવામાં આવી. અંતે પારકી થાપણને આત્માહત્યા કરવા મજબૂર કરી દીધી હતી. જેના બાદ 22 વર્ષીય પરણિતાએ ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રસીલા ડુંગરા ભીલના લગ્ન તેના નસવાડી તાલુકામાં રહેતા જયેશ ડુંગરા ભીલ સાથે થયા હતા. લગ્ન બાદ પરિવારમાં સંતાનનું આગમન થયું હતું. બાળક બે મહિનાનું થયું હતું ત્યારથી રસીલા ડુંગરા ભીલ ઉપર આફત આવી પહોંચી હતી. કારણ કે, શારીરિક ખામીના કારણે રસીલા ડુંગરા ભીલ પોતાના બાળકને સ્તનપાન કરાવી શક્તી ન હતી. જેથી અનેક વખત પતિ જયેશ ડુંગરા ભીલ અને તેના પરિવારમાં રહેતા માતા અને પિતા દ્વારા રસીલાબેનને માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા.
આ પણ વાંચો :
પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના
ગુજરાતમાં ભાજપને લોકસભામાં ક્લીન સ્વિપની હેટ્રિક કરવાની ઈચ્છા, શરૂ કરી દીધી તૈયારી
સાસરીના લોકો તેને મ્હેણાટોણા મારતા હતા. જેના કારણે રસીલા સતત નિરાશ રહેતી હતી. 27 જાન્યુઆરીના રોજ આ બોલાચાલી ઉગ્ર બની હતી અને ત્યાર બાદ પતિ જયેશ તેને તેના પિયરમાં મૂકી ગયો હતો. પોતાના સાસુ સસરા અને પતિથી કંટાળેલી રસીલા ડુંગરા ભીલે 27 જાન્યુઆરીના રોજ રાત્રે એકલતાનો લાભ લઈ આત્મહત્યા કરી હતી. તેણે પોતાના ઘરમાં ઓઢણીનો ટુંપો દઈ જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત રસીલાના પિતા દ્વારા પોતાની દીકરીના હત્યારા તેઓના જમાઈ જયેશ ડુંગરા ભીલ અને તેના સાસુ સસરા વિરુદ્ધ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ડભોઇ પોલીસે રસીલાના પતિ અને સાસુની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : NRI ગુજરાતી પરિવારનો ભયાનક અકસ્માત : કારમાં સવાર 4ના ઘટનાસ્થળે જ મોત