NRI ગુજરાતી પરિવારનો ભયાનક અકસ્માત : કારમાં સવાર 4ના ઘટનાસ્થળે જ મોત

NRI Family Accident : સુરત-મુંબઇ ને. હાઇવે પર બારડોલીના NRI પરિવારનો ગંભીર અકસ્માત, બારડોલીમાં માતમ છવાયો  

NRI ગુજરાતી પરિવારનો ભયાનક અકસ્માત : કારમાં સવાર 4ના ઘટનાસ્થળે જ મોત

NRI Family Accident : ગુજરાતથી લંડન પરત જઈ રહેતા ગુજરાતી NRI પરિવારને ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સુરત નેશનલ હાઈવે પર કારમાં જઈ રહેલા એનઆરઆઈ પરિવારે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ પરિવાર દક્ષિણ ગુજરાતના બારડોલીનો વતની હતો. 

મંગળવારે વહેલી સવારે આ ઘટના બની હતી. સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના ચારોટી જંકશન નજીક કાસા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં આવી ગયા હતા. કારમાં ત્રણ પુરુષો અને એક મહિલા સવાર હતા. તેમજ કારનો પણ કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાંથી ચાર લોકોના મૃતદેહો ક્ષતવિક્ષત હાલતમાં બહાર કાઢવામા આવ્યા હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, ચાર લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. 

આ પણ વાંચો : 

અકસ્માતની તપાસ કરતા જાણવા મળ્યું કે, લંડન વસતો એનઆરઆઈ પરિવાર તાજેતરમાં પોતાના વતન બારડોલીમા આવ્યો હતો. ત્યારે આ પરિવાર લંડન પરત જવા નીકળ્યો હતો.  NRI ઇબ્રાહિમ દાઉદ અને આશિયા કલેક્ટર બારડોલીમાં પરિવારને મળીને લંડન પરત જઈ રહ્યા હતા. તેમને તેમના સંબંધી ઇસ્માઇલ મહંમદ દેસાઈ અને મહંમદ સલામ હાફેજી સ્કોડા કારમાં બાય રોડ મુંબઈ એરપોર્ટ મુકવા જઈ રહ્યા હતા. 

મળસ્કે ચાર વાગ્યે સુરત-મુંબઇ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના ચારોટી જંકશન નજીક કાસા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. ચારેય મૃતદેહોને બારડોલી લાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આ ઘટનાથી બારડોલીમાં માતમ છવાયો છે. સમાચારને પગલે બારડોલીના વ્હોરવાડ વિસ્તારમાં સગાંસબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો દોડી આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news