મૌલિક ધામેચા /અમદાવાદ: સોલા વિસ્તારમાં બનેલ બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના ડુંગરપુરમાં છુપાયો હોવાની બાતમી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સત્યમ શર્માને ઝડપી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માવઠું તો ટ્રેલર હતું,પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય


અમદાવાદના સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારનો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. આ ઘટનામાં કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા એક દંપતીને  ગંભીર રીતે ઇજા પહોંચી હતી.આ હિટ એન્ડ રન કેસમાં આખરે આરોપી સત્યમ શર્મા પોલીસના હાથ લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાન નાં ડુંગરપુર થી તેની અટકાયત કરાઇ છે. સત્યમ શર્મા ડુંગરપુરના એક ગેસ્ટ હાઉસમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઝડપી લીધો છે. 


Surat: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી


પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પહેલી માર્ચના રોજ રાત્રિના સત્યમ શર્મા અને તેનો મિત્ર મહાવીર તેની બી એમ ડબલ્યુ કાર લઈને નીકળ્યા હતા અને કારમાં બેસીને દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ નશાની હાલતમાં તેઓ ગાડી ચલાવીને રાત્રિના 9:45 વાગ્યાની આસપાસ રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગાડીનો કાબુ ગુમાવ્યો હતો અને બ્રિજ પર ચાલતા જઈ રહેલ એકદમ પતિને અડફેટે લીધા હતા. 


ગુજરાતના પૂર્વ IAS પ્રદીપ શર્માની ધરપકડ: કલેક્ટર હતા ત્યારે તેમણે કર્યો હતો 'કાંડ'


બાદમાં તેઓ કાર લઈને ત્યાંથી ભાગી ગઈ જો કે કેટલાક લોકોએ પીછો કરતા કાર નીલગીરી એપાર્ટમેન્ટ નજીક આવવાનું જગ્યામાં મૂકીને ભાગી ગયા હતા.બાદ માં તેના મિત્રો સાથે તે આખી રાત બહાર ફર્યો અને એક મિત્ર એ રાજસ્થાન ડુંગરપુર માં ગેસ્ટ હાઉસ માં રોકાવવા માટે ની વ્યવસ્થા કરતા ત્યાં પહોંચ્યો હતો. 


આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે...', બે ગેંગ વચ્ચે માથાકૂટનો લોહિયાળ અંજામ


આરોપી સત્યમ શર્મા પોલીસ થી બચવા માટે ડુંગરપુર માં પણ ગાડી લઈને બહાર ફરતો હતો. અને માત્ર રાત્રિ ના સમયે જ તે ગેસ્ટ હાઉસ પર આવતો હતો.જ્યારે ફોન નો પણ ઉપયોગ નહિવત કરતો હોવાનું જાણવા મળ્યું છે.આરોપી વિરુદ્ધ અગાઉ પણ સોલા પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના અને પાર્લર પર તોડ ફોડ કરવાના ગુના માં પકડાયેલ છે.હાલ માં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપી સત્યમ શર્માને ઝડપી ટ્રાફિક પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે.