વ્યાજખોરો કેવી રીતે એક વ્યક્તિની જિંદગી નર્ક બનાવી દે છે, વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકોની દુખભરી કહાની
રાજ્યના અનેક શહેરોમાં વ્યાજખોરોના આતંકના સમાચાર સતત આવતા રહે છે. એકવાર પૈસા લીધા બાદ અનેક ગણી રમક ચુકવ્યા છતાં વ્યાજખોરો શાંતિથી રહેવા દેતા નથી. ઘણીવાર તો વ્યાજખોરોના ત્રાસથી કંટાળી લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. તેવામાં રાજ્ય સરકારે પણ વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રને ખાસ આદેશો આપ્યા છે. ત્યારે ઝી 24 કલાકે એવા લોકો સાથે મુલાકાત કરી જેણે વ્યાજે રૂપિયા લીધા હતા. જાણો તે લોકોની વ્યથા...
ઝી બ્યૂરોઃ વ્યાજખોરોનાં ત્રાસનાં બીજા કેટલાક કિસ્સા પણ છે, જેમાં વ્યાજે પૈસા લેનારે ત્રણથી ચાર ગણી રકમ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો ધરાયા નહીં..એક કિસ્સામાં તો વ્યાજખોરે પૈસા લેનારને કિડની વેચવાનો પણ વિકલ્પ આપી દીધો..
વડોદરા શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા સિરીશ મોહિતે ઓલ્ડ પાદરા રોડ પર ફ્રોઝન ફૂડનો વેપાર કરે છે. વેપાર વધારવા માટે પૈસાની જરૂર પડતાં તેમણે ઓગસ્ટ 2016માં હોમ ફાઈનાન્સ નામની સંસ્થાના સંલાચક પ્રણવ ત્રિવેદી પાસેથી 33 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધા હતા. જામીનગીરી તરીકે પ્રણવ ત્રિવેદીએ શીરિશભાઈ પાસેથી તેમનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લખાવી લીધો, સાથે જ સિક્યુરિટી ડિપોઝિટ પેટે 12 કોરા ચેક પણ લઈ લીધા...
સિરિશભાઈએ પ્રણવ ત્રિવેદીને 33 લાખ રૂપિયાની સામે વ્યાજ સાથે 68 લાખ રૂપિયા ચૂકવી દીધા, જો કે પ્રણવ ત્રિવેદીએ વ્યાજખોર તરીકેનો પોતાનો ચહેરો ઉજાગર કર્યો અને સિરિશભાઈ પાસેથી વધુ 60 લાખ રૂપિયાની માગણી કરી.
આ પણ વાંચોઃ સફેદ દૂધમાં સોઢીનો કાળો વહીવટ, દૂધ સંઘોનુ હિત જોખમાતાં કરાયાં 'GET OUT'
આ માટે સિરિશભાઈએ હિસાબ માગ્યો, તો પ્રણવ ત્રિવેદીએ તેના મળતીયાઓના માધ્યમથી સિરિશભાઈ અને તેમના પરિવારની હેરાનગતિ કરવાનું અને ધમકાવવાનું ચાલુ કર્યું. વ્યાજખોરોની ધમકીઓથી કંટાળીને સિરિશભાઈએ 26 માર્ચ 2019ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી આપી, પણ પોલીસે વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે કોઈ કાર્યવાહી ન કરી...એક તરફ પોલીસની નિષ્ક્રિયતા અને બીજી તરફ વ્યાજખોરોનો વધતો ત્રાસ. કંટાળીને 29 માર્ચે સિરિશભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સદનસીબે તેઓ બચી ગયા..
જો કે આપઘાતના પ્રયાસ બાદ પણ વ્યાજખોરો અટક્યા નહીં, તેમણે સિરિશભાઈને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ રાખ્યું...પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપી, છેવટે એક જૂન 2019ના રોજ સિરીશભાઈએ પોલીસના લોક દરબારમાં ફરિયાદ કરી, પોલીસે વ્યાજખોરને માંજલપુર પોલીસ સ્ટેશન બોલાવીને સમાધાન કરાવ્યું...પણ આરોપીએ સમાધાનનું પાલન ન કરી બેંકમાં 42 લાખ રૂપિયાના ચેક વટાવ્યા, જે બાઉન્સ થતાં કોર્ટમાં કેસ કર્યો. આજ સુધી ફરીયાદી કોર્ટની તારીખો ભરે છે....
વ્યાજખોરો સામે રાજ્ય સરકારની ઝુંબેશ શરૂ થતા વ્યાજખોર પ્રણવ ત્રિવેદીના ત્રાસનો ભોગ બનેલા સિરિશભાઈ સહિત 14 લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે ગુનો નોંધ્યો છે...રાવપુરા પોલીસે પ્રણવ ત્રિવેદી અને તેના સાગરિત ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને પાસા હેઠળ રાજકોટ અને ભુજની જેલમાં ધકેલી દેવાયા છે. જો કે પોલીસે આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. કેમકે ઘણા પીડિતો હજુ સામે નથી આવી શકતા.
આ પણ વાંચોઃ લગ્નમાં બાધા બનેલી બાળકીને સાવકા પિતાએ પતાવી દીધી, સામે આવ્યા સીસીટીવી
અહીં મહત્વની વાત છે કે આરોપી પ્રણવ ત્રિવેદી લાયસન્સ વિના જ નાણાં ધીરનારનો ધંધો કરતો હતો..જરૂરિયાતમંદો પાસેથી તે તગડું વ્યાજ વસૂલતો .સિરિશભાઈનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હજુ પણ તેના કબ્જામાં છે...ત્યારે મોહિતે પરિવારને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું..
તો આ તરફ રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા રાજ કારિયા સાથે તો વ્યાજખોરોએ હદ પાર કરી નાંથી, કોરોના કાળમાં પૈસાની જરૂર પડતાં તેણે કેટલાક વ્યાજખોરો પાસેથી 2 લાખ 10 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા...જેની સામે તેણે રૂપિયા ચાર લાખ 30 હજાર રૂપિયા ચૂકવી દીધા છે...તેમ છતા વ્યાજખોરો હજુ વધુ પૈસા માગી રહ્યા છે.. વ્યાજખોરો તો ત્યાં સુધી રહે છે કે તારે કિડની વેચીને પણ પૈસા આપવા પડશે. વ્યાજખોરો તેને અપહરણની ધમકી આપે છે...રાજ કારિયાએ હવે પ્રદ્યમનનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ આપી છે. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ વસૂલતા હોવાનું અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે..
વ્યાજખોરો સમાજનું મોટું દૂષણ છે...પોલીસે આ અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી પડશે. વ્યાજખોરો સામેની ઝુંબેશ કાયમ માટે ચાલુ રહે તે જરૂરી છે.
આ પણ વાંચોઃ અમુલમાંથી હકાલપટ્ટી બાદ આર એસ સોઢીની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...
હદ વટાવતા વ્યાજખોરો
વડોદરાના વેપારી શિરીષ મોહિતેએ 33 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
વ્યાજ સાથે 68 લાખ ચૂકવ્યા, વ્યાજખોરે વધુ 60 લાખની માગ કરી
વ્યાજખોર પ્રણવ ત્રિવેદીએ પ્લોટ લખાવી લીધો, 12 કોરા ચેક લીધા
વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી વેપારીએ આપઘાતની કોશિશ કરી
પોલીસે બંને વ્યાજખોરોને પાસા કરી જેલમાં ધકેલ્યા
સિરિશભાઈએ પ્રણવ ત્રિવેદીને 33 લાખ રૂપિયાની સામે વ્યાજ સાથે 68 લાખ રૂપિયા ચૂકવી દીધા, જો કે પ્રણવ ત્રિવેદીએ વ્યાજખોર તરીકેનો પોતાનો ચહેરો ઉજાગર કર્યો અને સિરિશભાઈ પાસેથી વધુ 60 લાખ રૂપિયાની માગણી કરી...
આ માટે સિરિશભાઈએ હિસાબ માગ્યો, તો પ્રણવ ત્રિવેદીએ તેના મળતીયાઓના માધ્યમથી સિરિશભાઈ અને તેમના પરિવારની હેરાનગતિ કરવાનું અને ધમકાવવાનું ચાલુ કર્યું. વ્યાજખોરોની ધમકીઓથી કંટાળીને સિરિશભાઈએ 26 માર્ચ 2019ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી આપી, પણ પોલીસે વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે કોઈ કાર્યવાહી ન કરી...એક તરફ પોલીસની નિષ્ક્રિયતા અને બીજી તરફ વ્યાજખોરોનો વધતો ત્રાસ. કંટાળીને 29 માર્ચે સિરિશભાઈએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સદનસીબે તેઓ બચી ગયા.
જો કે આપઘાતના પ્રયાસ બાદ પણ વ્યાજખોરો અટક્યા નહીં, તેમણે સિરિશભાઈને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ રાખ્યું...પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપી, છેવટે એક જૂન 2019ના રોજ સિરીશભાઈએ પોલીસના લોક દરબારમાં ફરિયાદ કરી, પોલીસે વ્યાજખોરને માંજલપુર પોલીસ સ્ટેશન બોલાવીને સમાધાન કરાવ્યું...પણ આરોપીએ સમાધાનનું પાલન ન કરી બેંકમાં 42 લાખ રૂપિયાના ચેક વટાવ્યા, જે બાઉન્સ થતાં કોર્ટમાં કેસ કર્યો. આજ સુધી ફરીયાદી કોર્ટની તારીખો ભરે છે.
આ પણ વાંચોઃ હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને કરી ટકોર, કહ્યું- કૂતરાઓની સાથે માણસોના જીવની ચિંતા કરવી
વ્યાજખોરો સામે રાજ્ય સરકારની ઝુંબેશ શરૂ થતા વ્યાજખોર પ્રણવ ત્રિવેદીના ત્રાસનો ભોગ બનેલા સિરિશભાઈ સહિત 14 લોકોએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે વ્યાજખોર પ્રણવ ત્રિવેદી સામે ગુનો નોંધ્યો છે...રાવપુરા પોલીસે પ્રણવ ત્રિવેદી અને તેના સાગરિત ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને પાસા હેઠળ રાજકોટ અને ભુજની જેલમાં ધકેલી દેવાયા છે. જો કે પોલીસે આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. કેમકે ઘણા પીડિતો હજુ સામે નથી આવી શકતા.
અહીં મહત્વની વાત છે કે આરોપી પ્રણવ ત્રિવેદી લાયસન્સ વિના જ નાણાં ધીરનારનો ધંધો કરતો હતો..જરૂરિયાતમંદો પાસેથી તે તગડું વ્યાજ વસૂલતો...સિરિશભાઈનો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હજુ પણ તેના કબ્જામાં છે...ત્યારે મોહિતે પરિવારને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું..
તો આ તરફ રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં રહેતા રાજ કારિયા સાથે તો વ્યાજખોરોએ હદ પાર કરી નાંથી, કોરોના કાળમાં પૈસાની જરૂર પડતાં તેણે કેટલાક વ્યાજખોરો પાસેથી 2 લાખ 10 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા...જેની સામે તેણે રૂપિયા ચાર લાખ 30 હજાર રૂપિયા ચૂકવી દીધા છે...તેમ છતા વ્યાજખોરો હજુ વધુ પૈસા માગી રહ્યા છે.. વ્યાજખોરો તો ત્યાં સુધી રહે છે કે તારે કિડની વેચીને પણ પૈસા આપવા પડશે. વ્યાજખોરો તેને અપહરણની ધમકી આપે છે...રાજ કારિયાએ હવે પ્રદ્યમનનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ આપી છે. વ્યાજખોરો 15 થી 20 ટકા વ્યાજ વસૂલતા હોવાનું અને દરરોજની 5 હજાર સુધીની પેનલ્ટી લગાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે..
વ્યાજખોરો સમાજનું મોટું દૂષણ છે...પોલીસે આ અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી પડશે. વ્યાજખોરો સામેની ઝુંબેશ કાયમ માટે ચાલુ રહે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube