અમુલમાંથી હકાલપટ્ટી બાદ આર એસ સોઢીની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

RS Sodhi Removed As AMUL MD: ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આર એસ સોઢીને એમડી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. હવે આર એસ સોઢીએ પત્રકારો સાથે વાત કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. 

અમુલમાંથી હકાલપટ્ટી બાદ આર એસ સોઢીની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

આણંદઃ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ની આજે મળેલી બોર્ડ મિટિંગમાં આર એસ સોઢીને અમુલના એમડી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. અમુલના એમડી પદેથી હકાલપટ્ટી થયા બાદ આર એસ સોઢીએ મીડિયા સમક્ષ વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે બોર્ડ મીટિંગ હતી. તેમણે કહ્યું કે, આ વાત બે વર્ષથી પેન્ડિંગ હતી. મેં બોર્ડને કહ્યું હતું કે મને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. હવે બોર્ડે મારા રાજીનામાની વાત સ્વીકારીને મને મુક્ત કરી દેવામાં આવ્યો છે. 

પદ પરથી હટાવવાની વાત પર તેમણે કહ્યું કે, મારો કોન્ટ્રાક્ટ બે વર્ષથી પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ મને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. મને હટાવવામાં આવ્યો નથી, મેં રાજીનામું આપ્યું છે. મને ડેરી બોર્ડે મારા પદ પરથી મુક્ત કરી દીધો છે. એટલે હટાવવાની વાતોમાં કોઈ તથ્ય નથી. પોતાના ભવિષ્ય અંગે આર એસ સોઢીએ કહ્યુ કે, હું ઈન્ડિયન ડેરી ઈન્સ્ટિટ્યુટનો પ્રમુખ છું, મારી પાસે તે જવાબદારી છે. તેમાં ભારતની તમામ સરકારી ડેરી, ખાનગી ડેરી સહિત અનેક તેના સભ્યો છે. તેની જવાબદારી મને મળેલી છે. હું ડેરી ઉદ્યોગને મારી સેવાઓ સતત આપતો રહેવાનો છું. 

તેમણે કહ્યું કે, આ અચાનક નથી. હું છેલ્લા 40 વર્ષથી અમુલ ફેડરેશન સાથે જોડાયેલો છું. મારા બાદ જયેન મહેતાને ચાર્જ આપી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના ખેડૂતો સાથે 40 વર્ષથી કામ કર્યું છે. તેમણે કહ્યું કે, હું ગુજરાતના ખેડૂતોનો ઋણિ રહેવાનો છું. આજે મારી પાસે જે પણ છે તે ગુજરાતના ખેડૂતોની મદદથી છે. આ સાથે તેમણે કહ્યું કે, હું ભવિષ્યમાં દૂધ સાથે જોડાયેલા કામો કરતો રહીશ. ભવિષ્યમાં અન્ય નોકરીના પ્લાન વિશે પૂછતા સોઢીએ કહ્યું કે આવો કોઈ પ્લાન નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news