ઝી બ્યુરો/ગાંધીનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોનો આખરે આતુરતાથી અંત આવી ગયો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ GPSSB 7 મી મે 2023 ના રોજ તલાટી ભરતી પરીક્ષાનું આયોજન કરવા માટે તૈયાર છે. જેને ધ્યાનમાં રાખીને બોર્ડે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની જાહેરાત બહાર પાડી છે, જેને તલાટી હોલ ટિકિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. 27 એપ્રિલને ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી તારીખ 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે આજથી બપોરે 1 વાગ્યાથી કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે. ત્યારે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું..


1. સૌ પ્રથમ ઓજસ એપ્લીકેશનમાં જાઓ
2. ફોનમાં ગેટ હોલ ટિકીટ અને કમ્પ્યૂટરમાં કોલ લેટરમાં જાઓ
3. ત્યારબાદ સિલેક્ટ જોબ, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો.
4. થોડા દિવસ પહેલા તમે તલાટીની પરીક્ષા આપવાનો છો કે નહીં તે કન્ફર્મેશન ફોર્મમાં આપેલ કોડ એન્ટર કરો.
5. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દો
6. આટલું કરતાં જ કોલ લેટર ડાઉનલોડ થઈ જશે.



મહત્વનું છે કે ડાઉનલોડ કરેલ કોલ લેટરમાં તમે અપલોડ કરેલ ફોટો અને સાઈન હોવા જરૂરી છે અને આવો જ કોલ લેટર માન્ય ગણાશે. તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે. તેમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.


નોંધનીય છે કે આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. જેમાં સંમતિપત્ર આપવાનું ફરજિયાત કરાવ્યું હતું ત્યારે આ સંમતિ 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા છે. તેઓના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય ગત 20 ના રોજ પૂર્ણ થયો હતો, જેમાં કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા હતા.