જુના વાહનો પર HSRP અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ
નાગરિકોના વધુ પડતા ધસારાને ધ્યાને લઈને નાગરિકોની સગવડતા માટે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજય સરકાર દ્વારા આ મુદત 30 ઓક્ટોબર 2019 સુધી લંબાવાનો નિર્ણય લેવાયો છે.
હીતલ પારેખ/ગાંધીનગરઃ કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલી જોગવાઈ અનુસાર તમામ વાહનો પર હાઈ સીકયુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજયમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની અંતીમ તારીખ 16/10/2019 હતી, પરંતુ નાગરિકોના વધુ પડતા ધસારાને ધ્યાને લઈને નાગરિકોની સગવડતા માટે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજય સરકાર દ્વારા આ મુદત 30 ઓક્ટોબર 2019 સુધી લંબાવાનો નિર્ણય લેવાયો છે.
આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા નવા મોટર વાહન કાયદા અનુસંધાને રાજ્યમાં પોલ્યુશન અંડર કંટ્રોલ પી.યુ.સી સેન્ટરોની સંખ્યામાં વધારો કરવા માટે તાજેતરમાં નવા 1100 જેટલા પી.યુ.સી સેન્ટર ખોલવાનું નક્કી કરવામાં આવ્યું છે. નાગરિકોની સરળતા માટે પી.યુ.સી સેન્ટરના પરવાના મેળવવા માટેની મુદતની અંતિમ તારીખ પણ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાયકાત ધરાવતા અરજદારો આ પીયુસી સેન્ટરના લાયસન્સ મેળવવા માટે આરટીઓ/ એઆરટીઓ કચેરી ખાતે 30 ઓક્ટોબર 2019 સુધી અરજી કરવાની રહેશે.
ઝી 24 કલાક મહાસન્માન 2019 : જુઓ સન્માનિત થયેલા ઉદ્યોગપતિઓની યાદી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હિકલ એક્ટમાં કરવામાં આવતા દંડની જોગવાઈઓમાં ફેરફાર કરીને તેને 10 ગણો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ લેવામાં આવતા આ દંડની રકમમાં નાગરિકોના હિતને ધ્યાને લઈને સામાન્ય વધારો કરાયો છે. સાથે જ નાગરિકોની સુવિધા માટે આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાને લઈને તેના અમલીકરણની તારીખ પણ 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ હતી.
જુઓ LIVE TV....