ઝી 24 કલાક મહાસન્માન 2019 : જુઓ સન્માનિત થયેલા ઉદ્યોગપતિઓની યાદી

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે." 

ઝી 24 કલાક મહાસન્માન 2019 : જુઓ સન્માનિત થયેલા ઉદ્યોગપતિઓની યાદી

અમદાવાદઃ ગુજરાતીઓના લોહીમાં સદીઓથી વેપાર વણાયેલો છે. ગુજરાતની ઉદ્યોગપતિઓ દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દેશાંતર પાર પણ ગુજરાતીઓએ પોતાની કોઠાસૂઝ વડે વેપાર-ધંધામાં કાઠું કાઢેલું છે. વહાણ લઈને વેપાર-ધંધો કરવા અનેક દેશો સુધી પહોંચેલા ગુજરાતીઓની જાજરમાન શૌર્યગાથાથી ગુજરાતનો ઈતિહાસ ભરેલો છે. આવા જ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 'મહાસન્માન' કરાયું હતું.

ગુજરાતના MSME ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓનું સન્માન કરવા માટે ઝી 24 કલાક દ્વારા ગુરૂવારે અમદાવાદના ઉસ્માનપુરામાં આવેલી હોટલ હયાત ખાતે સાંજે 7.00 કલાકે ‘મહાસન્માન 2019 - એક શામ ઉદ્યોગ સાહસિકોને નામ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઝી મીડિયાના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવ, ઝી 24 કલાકના એડિટર દિક્ષીત સોની, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, અમુલના ચેરમેન આર.એસ. સોઢી, અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના ગુજરાતના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે ઝી 24 કલાકના સીઈઓ પુરુષોત્તમ વૈષ્ણવે જણાવ્યું કે, "હું રાજસ્થાનથી આવું છુ. રાજસ્થાન અને ગુજરાતની ધરતીમાં ખાસ વાત છે. કોઈ કહે છે કે, અહીંની માટી સોનું ઉગાડે છે. ગુજરાતની ધરતી ઉદ્યોગપતિઓને જન્મ આપે છે. હું આપ સૌનું ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા બદલ અભિવાદન કરું છું. ગુજરાતની પ્રગતિમાં તમારું અપ્રતિમ યોગદાન છે. તમે ઉદ્યોગ સાહસિક રાજ્ય અને દેશના અર્થતંત્રની ધમની છો. એમએસએમઈ ઉદ્યોગો ઘણી વખત ધ્યાનમાં આવતા નથી, પરંતુ ગુજરાત સરકારનાં પ્રયાસોના કારણે આ ઉદ્યોગો આજે અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનેલા છે. ગુજરાતના આ ઉદ્યોગ સાહસિકોના પરિણામે જ ગરીબોના ઘરનો ચૂલો સળગે છે. તમને સૌને ખુબ-ખુબ અભિનંદન. ગુજરાતની ધરતીના આ ખમીરવંતા ઉદ્યોગપતિઓનું હું સ્વાગત કરું છું."

ઝી 24 કલાકના "મહાસન્માન"થી સન્માનિત પ્રથમ 5 ઉદ્યોગપતિ
1. શ્રી આર.એસ. સોઢી, એમ.ડી., અમૂલ 
2. શ્રી દેવાંશુ ગાંધી, ડિરેક્ટર, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લી.
3. શ્રી વેદપ્રકાશ ચિરીપાલ, ચેરમેન, ચિરીપાલ ગ્રૂપ
4. અનિરુદ્ધસિંહ જાડેજા, એમ.ડી. GTPL-હેથવે. 
5. શ્રી સંદીપ જે. કાપડિયા, ડિરેક્ટર, સ્પેક્ટ્રા ઈમિગ્રેશન એન્ડ ઓવરસિઝ એજ્યુકેશન 

રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "શૂન્યમાંથી સર્જન કરનારા, જોબ સીકરમાંથી જોબ ગીવર બનનારા ગુજરાતના ઉદ્યોગપતિઓનું સન્માન કરવાની તક આપવા બદલ ઝી 24 કલાકનો આભાર માનું છું. ગુજરાત અને અન્ય રાજ્યના લોકોમાં મુખ્ય અંતર શાંત સ્વભાવ, મૃદુ અને સાહસિક સ્વભાવ, ઉદ્યમશીલતા વણેલી છે. સદીઓ પહેલાથી આપણાં બાબ-દાદાઓ આફ્રિકાથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં ગયા હતા. 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "ગુજરાતના ઉદ્યોગપતિઓએ નાના ઉદ્યોગોથી શરૂઆત કરીને હરણફાળ ભરી છે અને વિશાળ વટવૃક્ષ બનીને બેઠા છે. ગુજરાતના ડીએનએમાં વેપાર, સાહસ અને ઈમાનદારી છે, તેના કારણે જ રાજ્યના ઉદ્યોગપતિઓ સફળ બન્યા છે. અત્યારે દેશમાં એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રે દેશના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં 34 લાખ એમએસએમઈ કાર્યરત છે. એમએસએમઈ સેક્ટરમાં 40 ટકા વિકાસ થયો છે." 

મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, "દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાએ પોત-પોતાની રીતે વિવિધ ઉદ્યોગો માટે આગવી ઓળખ ઊભી છે."

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગોને પ્રોત્સહન આપવા માટે લેવાયેલા નિર્ણયો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. ગુજરાતે 'શોપ એક્ટ'માં ફેરફાર કરીને દુકાનદારોને 24 કલાક સુધી દુકાન ચલાવાની મંજુરી આપી. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને 'લાયસન્સ રાજ'માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના 'નયા ભારત' નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડેલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. ઝી 24 કલાકે એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોનું સન્માન કર્યું છે તે બિરદાવવાને લાયક છે. આ મહાસન્માન બીજા માટે પણ પ્રેરણાસ્રોત બનશે એવી મને આશા છે."

ઝી 24 કલાકના "મહાસન્માન"થી સન્માનિત અન્ય ઉદ્યોગપતિઓ
6. શ્રી સુનિલકુમાર વી. પટેલ, ચેરમેન, વાયસી સ્માર્ટ એલઈડી ટીવી
7. શ્રી નિલેશ પ્રજાપતી અને શ્રી મૌલિક ખારા, માલિક, હંગર ચોઈસ પ્રા. લી.
8. ડો. બી.આઈ. પટેલ અને ડો. નિશા એસ. પટેલ, એમડી ગાયનેક, દેવ આર્ટ આઈવીએફ એન્ડ સાચી વિમેન્સ હોસ્પિટલ
9. શ્રી. જગદીશ પટેલ, પ્રોપ્રાઈટર, રાધે ક્રિષ્ના માર્કેટિંગ
10. શ્રી. રાહિલ પૂજારા, એમડી, પૂજારા ટેલિકોમ પ્રા. લી. 

11. શ્રી યતીન એસ. ગુપ્તે, ચેરમેન અને એમડી, વાર્ડવિઝાર્ડ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રા. લી. 
12. શ્રી સુરજકુમાર રમેશભાઈ વાઘાણી, ડિરેક્ટર, આર.ડી. ગોલ્ડન જ્વેલ્સ પ્રા. લી. 
13. શ્રી આશિષ પટેલ, એમડી, સિનેજર્સ ટાઈલ્સ લી.
14. શ્રી હિમાંશુ એસ. શાહ, ચેરમેન, હેસ કન્સ્ટ્રક્શન કંપની લી. 
15. ડો. પ્રાર્થના મહેતા, એમ.ડી. આયુર્વેદ, પ્રાર્થના ક્લિનિક

16. શ્રી અંકિત ગાંધી, શ્રી સંજય ગાંધી, ડિરેક્ટર અને સીઈઓ, અંકિત ટેક્સો ઈનોવેસન્સ પ્રા. લી.
17. શ્રી ભાવેશભાઈ કાકડિયા, એમડી, જિયા ઈકો પ્રોડક્ટ્સ લી. 
18. શ્રી રૂચી એન. ચોક્સી, ડિરેક્ટર, વિવિઆના પાવર ટેક પ્રા. લી.
19. શ્રી ભરત પંચાલ, સંસ્થાપક, ભરત પંચાલ એજ્યુકેશન પ્રા. લી.
20. શ્રી વિશાલ કે. રામચંદાની, ડિરેક્ટર, બી.એમ. રોડલાઈન પ્રા. લી.

21. શ્રી પિંકેશ પટેલ, ડિરેક્ટર, મહેશ ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લી.
22. શ્રી ભાસ્કર રાઠોડ, એમડી, ડ્રીમ ડેકોર ફર્નિચર
23. શ્રી જીતુ વિજય અને ડો. રાજીવ વિજય, ડિરેક્ટર્સ, આર.જે. વિઝન પ્રા. લી.
24. શ્રી ત્રિકમભાઈ આર. પટોલિયા, ડિરેક્ટર, કર્ણાવતી (આરએમસી) ઈન્ફ્રા
25. શ્રી તરુણ મોરખિયા અને સ્વેતા ભટનાગર, એમડી, પ્લસ ફેશન હબ

26. શ્રી.જતીન ગાંધી અને શ્રી. ભાર્ગવ ગાંધી, મેનેજિંગ પાર્ટનર, ટેલેન્ટ હેલ્થકેર ગ્રૂપ ઓફ કંપનીઝ 
27. શ્રી બંદીશ એ. શાહ, એમડી, ઓરસંગ ઈકો ટૂરિઝમ પ્રમોટર્સ
28. શ્રી નિકેતા ઠાકર, સેલિબ્રિટી ડિઝાઈનર
29. શ્રી મૃદુલ રાવલ, ડિરેક્ટર, એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલ
30. શ્રી મયંક શાહ, પાર્ટનર, શાહ એક્ઝીમ

કહેવાય છે કે, સારો વેપાર કરવા માટે માત્ર સારો આઈડિયા જ નહિ, પરંતુ ધગશની પણ એટલી જ જરૂર હોય છે. ઝી 24 કલાક દ્વારા આવા જ શૂન્યમાંથી સર્જન કરનારા ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આકરી મહેનતથી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય વિકસાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝી 24 કલાક દ્વારા દર વર્ષે ઉદ્યોગ સાહસિકોનું આ રીતે સન્માન કરાય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news