Gold Shivling ચેતન પટેલ/સુરત : શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં સોનાના વરખથી 6 ફુટ ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. દેશમાં પહેલીવાર કોઈ માટીના શિવલિંગને 205 ગ્રામ ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આ શિવલિંગ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે અને 11 દિવસ સુધી તેની પૂજા અર્ચના થશે. આ માટે હિમાચલ પ્રદેશથી ખાસ સાધુ સંતો પણ પધાર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો લોકોએ અનેક શિવલિંગ જોયા હશે પરંતુ સુરત ખાતે શિવ ભક્તોને વરખથી સજાવેલું 6 ફૂટનું મહાકાય શિવલિંગ જોવા મળશે અને લોકો તેની પૂજા કરી શકશે. સુરતના સિટી લાઈટ વિસ્તાર ખાતે શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં ભક્તો દ્વારા સવા કરોડ શિવલિંગ બનાવવામાં આવશે અને આ જ જગ્યાએ છ ફૂટના સુવર્ણ વરખથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન પણ કરી શકશે. 


એક, બે નહીં 100 છોકરીઓને ફસાવી! મોંઘીદાટ કાર અને કપડાં જોઈ અંજાઈ જતી છોકરી ફસાતી


આ શિવલિંગ માટે દેશના અલગ અલગ 11 રાજ્યો માંથી પવિત્ર નદીઓની માટી લાવી તૈયાર કરાયું છે. આ શિવલિંગ માટે જયપુરથી કારીગરો બોલાવાયા હતા. આ શિવલિંગમાં આશરે 200 કિલો માટી વાપરવામાં આવી છે અને કારીગરોએ 11 રાજ્યોની નદીઓની માટીથી આ શિવલિંગ તૈયાર કર્યું છે. એટલું જ નહીં મુંબઈથી 24 કેરેટ ગોલ્ડના વરખ લાવી આ શિવલિંગ બનવામાં આવ્યું છે. 


પવિત્ર શ્રાવણ માસમાં આ શિવલિંગને તૈયાર કરવામાં આવ્યું છે. 24 કેરેટ ગોલ્ડના વરખથી આ શિવલિંગ ઉપર શૃંગાર કરવામાં આવ્યું છે. 11 રાજ્યના અલગ અલગ નદીની માટીથી આ શિવલિંગ તૈયાર કરાયું છે અને અહીં સવા કરોડ શિવલિંગ ભાવિ ભક્તો પોતાના શક્તિ અનુસાર માટેથી બનાવશે. હિમાલયથી શ્રી સરનાનંદ મહારાજ આ શિવલિંગની પૂજા માટે ખાસ પધાર્યા છે. 40 વર્ષથી એક અન્ન ગ્રહણ કર્યું નથી. મધ્ય પ્રદેશથી પણ મહારાજ આવ્યા છે તેઓ પણ પૂજા અર્ચના કરશે. 11 દિવસ બાદ આ શિવલિંગને તાપી નદીના પવિત્ર જળપ્રવાહમાં વિસર્જિત કરવામાં આવશે તેવુ કાર્યક્રમના આયોજ રાજેશ જૈને જણાવ્યું. 


‘મારો પ્રહાર વિવાદિત ભીંતચિત્રો પર નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા પર હતો’