મારો પ્રહાર વિવાદિત ભીંતચિત્રો પર નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા પર હતો : હર્ષદ ગઢવી

Botad News : સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રો હટાવાતા હર્ષદ ગઢવીએ વ્યક્ત કરી ખુશી... ZEE 24 કલાક પર કહ્યુ- મારો પ્રહાર વિવાદિત ભીંતચિત્રો પર નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા પર હતો
 

મારો પ્રહાર વિવાદિત ભીંતચિત્રો પર નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા પર હતો : હર્ષદ ગઢવી

Swaminarayan Temple રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર મંદિરમાંથી હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવતા ભક્તોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. આવામાં વિવાદિત ભીંતચિત્રોમાં હર્ષદ ગઢવીએ કાળો કલર કર્યો હતો. ત્યારે હવે આ ચિત્રો હટી જતા હર્ષદ ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, વિવાદિત ભીંતચિત્રો હટતા આનંદની લાગણી થઈ રહી છે. હવે સ્વામીનારાયણ ગ્રંથોમાંથી પણ વિવાદિત લખાણ દૂર થવા જોઈએ. મારો પ્રહાર વિચારધારા પર હતો, ચિત્રો પર નહીં. હવે આવી ભૂલ ના થાય તેની બાંહેધરી લેવી જોઈએ. સ્વામિનારણય સંપ્રદાય સારી પ્રવૃતિ પર ધ્યાન આપે વિવાદ પર નહીં. 
  
ભીંતચિત્રો હટાવવાના પ્રયાસ કરવાન હર્ષદ ગઢવી સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. ત્યારે હર્ષદ ગઢવીએ ભીંતચિત્ર હટાવાતા આનંદની લાગણી વ્યકત કરી. સાથે જ તેઓએ સ્વામીનારાયણ સંતો પર આક્રોશ પર કહ્યુ કે, હવે ગ્રંથો પરથી પણ વિવાદિત લખાણ દુર કરવા જોઇએ. મારો પ્રહાર વિચાર ધારા પર હતો, ચિત્ર પર નહિ. હવે પછી આવી ભુલ ન થાય માટે બાહેંધરી લેવી જોઇએ. સ્વામીનારાયણ સંપ્રદાય ઘણી સારી પ્રવૃતિ કરે છે તેના પર ધ્યાન આપે વિવાદ પર ધ્યાન ના આપે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિવાદિત ભીંત ચિત્રો હટાવતા સમગ્ર ગુજરાતમાં સનાતન ધર્મને માનનારા લોકોમાં ઉભો થયેલ વિવાદનો અંત આવ્યો છે. ત્યારે ભીતચિત્ર ઉપર કાળો કલર કરનાર અને ફરસી વડે વિચિત્ર પ્રકારના વાર કરતા હર્ષદભાઈ ગઢવી એ ZEE 24 કલાક સાથે ખાસ મુલાકાતમાં જણાવ્યું કે,  મારો વિરોધ હતો જે બાબતનો તેનો અંત આવ્યો છે અને હાલ સંપ્રદાયના ગ્રંથો સાહિત્ય અને પુસ્તકોમાં જ્યાં જ્યાં સનાતન ધર્મના ખોટા લખાણો આધાર વગરના કરવામાં આવ્યા છે તે અને ખોટા સનાતન ધર્મના ભગવાનને ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે મને સંપ્રદાય સાથે કોઈપણ પ્રકારનો તેના સાધુ સંતો સાથે વાતો વાંધો નથી. વાંધો માત્ર એમની વિકૃત વિચારધારા સાથે હતો અને જેનો અંત આવ્યો છે અને આવનારા દિવસોમાં પણ સનાતન ધર્મના લોકો અને સંપ્રદાયના લોકો એક થઈને રહેશે એ જ સાચો હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે.

ઉલ્લેખનીય છે કે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રો ઉપર કાળો કલર અને તોડફોડ કરવાનો મામલે ગઈકાલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હર્ષદ ગઢવી, જેશીંગ ભરવાડ, બળદેવ ભરવાડ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી અંગે બરવાળા કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, જેના અંતે કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરાયા હતા. 10-10 હજારના જામીન પર મુક્ત કરાયા હતા. ત્રણેયને કોર્ટ દ્વારા રાજ્યની હદ બહાર જવું નહીં તેમજ પાસપોર્ટ જમા કરાવવા આદેશ કર્યા છે. તેમજ કોઈપણ સાક્ષીને ધમકાવવા નહીંની શરત પર જામીન અપાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news