પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં બે મિત્રો સબંધીને મુકીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની બાઈક નહેરમાં ખાબકી હતી, જેમાં એક મિત્રનું મોત થયું હતું. જયારે બીજા મિત્રનો બચાવ થયો હતો. પરંતુ બચી ગયેલો મિત્ર મૃતકના પરિવારને જાણ કર્યા વિના ગુમ થઇ ગયો હતો. જયારે 17 દિવસ બાદ યુવાનનું કંકાલ બોળંદ ગામની હદમાં નહેરના કાદવમાંથી મળ્યો હતો. પરિવારે મિત્ર દ્વારા હત્યા કરી હોવાના આક્ષેપો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ


સુરતના ઉધના ભીમ નગરમાં રહેતો દીપક રવીન્દ્ર પારઘે ગત 6 ફ્રેબુઆરીના રોજ તેના મિત્ર અભિજિત ઉર્ફે અન્નાના સબંધીને ચલથાણ ખાતે મુક્વા ગયો હતો અને ત્યારબાદથી જ દીપક ગુમ થઇ ગયો હતો. પરિવારે શોધખોળ કર્યા બાદ પણ દીપકનો ક્યાંય પતો લાગયો ન હતો આ દરમ્યાન દીપકના પરિવારે તેના મિત્ર અભિજિતનો સંપર્ક કરતા તે મુંબઈ હોવાનું માલુમ પડ્યું હતું અને બાદમાં તેને સુરત બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેઓ સબંધીને મુકીને પરત ફરતા હતા ત્યારે બાઈક નહેરમાં ખાબકી હતી જેમાં તેનો બચાવ થઇ ગયો હતો જ્યારે દીપક તણાઈ ગયો હતો અને આ ઘટના બાદ ગભરાઈને તે મુંબઈ જતો રહ્યો હતો.


કોઈ તમારા પાનકાર્ડનો દુરુપયોગ કરે છે કે નહીં ? આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ


અભિજીતના કહેવા પ્રમાણે કડોદરા પોલીસની ટીમે ફાયરની મદદથી નહેરના પાણીમાં શોધખોળ કરાવ્યા બાદ અંતે ઘટનાના 2 દીવસ બાદ મોટરસાયકલ નહેરના પાણીમાંથી મળી આવી હતી. જોકે દિપક ગુમ હોવાથી દીપકની માતા સંગીતાબેનની ફરિયાદના આધારે કડોદરા પોલીસે હાલ દિપક ગુમ થવા અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી હતી. ગત ગુરુવારના રોજ સિંચાઈ વિભાગના અધિકારીને સચિન માઇનોર કેનાલમાં કાદવમાં એક નર કંકાલ હોવાની જાણ થતાં તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી


જે બાદ કડોદરા પોલીસને જાણ કરવામાં આવતા કડોદરા પોલીસ તેમજ દિપકનો પરિવાર સ્થળ પર જઈ તપાસ કરતા હાથમાં પહેરેલા કડા તેમજ કપડાના આધારે મળી આવેલું કંકાક દિપકનું હોવાનું પરિવારે પોલીસ સમક્ષ કબુલ્યું હતુ ઘટના અંગે સચિન પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


Gujarat Budget 2023 : 3.01 લાખ કરોડનું ગુજરાતનું આત્મનિર્ભર બજેટ, આ છે મહત્વની જાહેરાતો


મૃતકના પિતરાઈ પ્રમોદભાઈએ જણાવ્યું હતું કે, અભિજિતે આ સમગ્ર બનાવની જાણ પરિવારને કરી ના હતી અને તે મુંબઈ ફરાર થઇ ગયો હતો બાદમાં તેની કડક પૂછપરછ કરી હતી. અમને શંકા છે કે દીપકને દારૂ પીવડાવીને તેને મારીને નહેરમાં ફેકી દીધો હોવાની અમને શંકા છે. પોલીસ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી અમને ન્યાય મળવો જોઈએ.