આ છે ગુજરાતનું દેશી બર્ગર, ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ

GUJARATI BURGER 'DABELI': ગુજરાતના વ્યંજનની વાત કરીએ તો દેશવાસીઓના મગજમાં ઢોકળા અને થેપલા આવી જાય, પરંતુ ગુજરાતીઓ એક કે બે નહીં પરંતુ જાત-જાતની ચટાકેદા વાનગીઓ ખાવાના શોખીન છે..આવી જ એક ગુજરાતની વર્ષોથી લોકપ્રિય વાનગી છે અને તે છે દાબેલી.... દાબેલી નામ સાંભળીને તમારા મોંમા પાણી આવી જાય... આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે... દિલ્લીમાં કદાચ નહીં મળે પરંતુ ગુજરાતથી નીકળેલી દાબેલી મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે...

આ છે ગુજરાતનું દેશી બર્ગર, ચટપટી દાબેલી પાછળ છે ગુજરાતીઓ દીવાના : દાબેલીનો પણ છે આવો ઈતિહાસ

GUJARATI BURGER 'DABELI': ગુજરાતીઓના 'દેશી બર્ગર' એટલે દાબેલીમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. જોઈને તમને બર્ગર લાગશે તો કોઈને વડાપાઉ લાગશે પરંતુ દાબેલીનો સ્વાદ અલગ જ છે અને સાથે ચટાકેદાર છે. આમ તો ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પરંતુ મુંબઈમાં પણ દાબેલી ખૂબ ચાઉથી ખવાય છે.

ગુજરાતની દાબેલીનો ઈતિહાસ બહુ જૂનો નથી. ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પહેલા આ પ્રકારની વાનગી બનાવી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ... આજથી બે દસકા પહેલાના સમયમાં દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20 રૂપિયામાં મળી રહી છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.

થોડો તીખો અને મીઠો સ્વાદ
ગુજરાતી ડીશ હોય ત્યારે તેના સ્વાદમાં થોડી મીઠાશ હોય તે સ્વાભાવિક છે. બે પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે તેનો સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, અને તેમાં સ્વાદનો રોલ ભજવે છે તેની ચટણી... આ ચટણીમાં આંબલી,ખજૂર,લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. આ દાબેલી પર સેવ ભભરાવવામાં આવે છે જેનાથી તે ક્રન્ચી લાગે છે.

No description available.

ગુજરાત સહિત આ રાજ્યોમાં લોકપ્રિય
ગુજરાતના દરેક શહેરમાં દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ જોવા મળશે જ. આ દાબેલી ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં બદલાવ જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે... 

દાબેલી પર તો ગર્વ લેવાય
જ્યારે દેશી વ્યંજનની વાત આવે ત્યારે દાબેલીનું નામ અચૂકથી લેવાય. ન માત્ર ગુજરાતીઓ પરંતુ દેશવાસીઓ ગર્વથી કહી શકે છે કે દાબેલી એક દેશી ક્લાસિક બર્ગર છે જેનો સ્વાદ આજે દેશની બહારના લોકોને પણ પસંદ આવ્યો છે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news