Gujarat Budget 2023 : 3.01 લાખ કરોડનું ગુજરાતનું આત્મનિર્ભર બજેટ, આ છે મહત્વની જાહેરાતો

Gujarat Budget 2023 Live Updates : આજે રાજ્ય સરકારનું વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે... નાણામંત્રી કનુભાઇ દેસાઇ બીજી વખત અને નવી સરકારનું પહેલું બજેટ વિધાનસભામાં રજૂ કરાઈ રહ્યું છે

Gujarat Budget 2023 : 3.01 લાખ કરોડનું ગુજરાતનું આત્મનિર્ભર બજેટ, આ છે મહત્વની જાહેરાતો
LIVE Blog

Gujarat Budget 2023 Live Updates : 156 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023-24નું આજે પ્રથમ બજેટ રજૂ થઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. ત્યારે આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભાજપને જંગી જીત આપ્યા બાદ સરકાર તેમની ઝોળીમાં શું આપે છે. નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના બજેટ પર સંબોધન શરૂ કરતા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું. . જુઓ મહત્વની જાહેરાતો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

24 February 2023
12:20 PM

અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા 200 કરોડની જોગવાઈ
ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભૂજમાં બસ પોર્ટ બનશે
સૌરાષ્ટ્રામં પાણી પહોંચાડવા માટે 800 કરોડ ફાળવાયા
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8287 કરોડની જોગવાઈ
ભરૂચ-દહેજને એક્સપ્રેસ-વે બનાવવા 160 કરોડની જોગવાઈ
 

12:14 PM
  • વટામણ - પીપલી, સુરત - સચિન - નવસારી, અમદાવાદ - ડાકોર, ભુજ - ભચાઉ, રાજકોટ - ભાવનગર ને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા ₹384 કરોડની જોગવાઈ
  • ભરૃચ - દહેજ ને એક્સપ્રેસ વે બનાવવા ₹160 કરોડની જોગવાઈ
  • સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે ₹57 કરોડની જોગવાઈ
  • અમદાવાદ ગીતા મંદિર, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ માં બસ પોર્ટ બનશે
  • Gift સીટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ બનાવવા ₹150 કરોડની જોગવાઈ
  • સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે ₹ 150 કરોડની જોગવાઈ
  • ભાડભૂત યોજના માટે ₹ 1415 કરોડ
  • સરદાર સરોવર યોજના માટે ₹ 5950 કરોડ
  • ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા ₹ 1500 કરોડ
  • નલ સે જલ યોજના માટે ₹2602 કરોડ
12:10 PM

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ
વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ
દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ
બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ
દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ
પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ
કુવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ
સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
 

12:06 PM
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ
  • આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ શાળાઓ માટે 667 કરોડની જોગવાઈ
  • કુમાર-કન્યા અને ગ્રાન્ટ ઇન છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 245 કરોડની જોગવાઈ
  • આદિજાતિ ના એક થી આઠમાં અભ્યાસ કરતા  13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ
  • દૂધ સંજીવની યોજના હેઠળ આદિજાતિ તાલુકાના આઠ લાખ બાળકો માટે 144 કરોડની જોગવાઈ
  • રાજપીપળા ની બિરસા મુંડાતી યુનિવર્સિટી માટે 10 કરોડની જોગવાઈ
  • આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેસર જેવા આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે 75 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારની 15 હજાર મહિલા પશુપાલકોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
12:02 PM
  • દરેક જિલ્લામાં 1 જિલ્લા કક્ષાનું અને જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા આયોજન
  • મનરેગા માટે ₹ 1391 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે ₹932 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવવાની જાહેરાત
  • આ માટે ₹ 8086 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 1 લાખ આવાસો બનાવવા ₹ 1066 કરોડની જોગવાઈ
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે માટે ₹ 905 કરોડની જોગવાઈ
  • નગરપાલિકા ઓ ને વીજ બિલ ભરવા રાજ્ય સરકાર સહાય કરશે જેના માટે ₹ 100 કરોડનો જોગવાઈ
  • મહાનગર પાલિકા વિસ્તારમાં આઈકોનીક બ્રિજ બનાવવા ₹ 100 કરોડનો જોગવાઈ
  • કિસાન સૂર્યોદય યોજના માટે ₹1570 કરોડની જોગવાઈ
  • ટુરિસ્ટ સર્કિટ ને જોડતા રસ્તાઓ માટે ₹ 605 કરોડની જોગવાઈ
  • ₹1600 કરોડના પરિક્રમા પથ માટે ₹ 500 કરોડની જોગવાઈ
     
11:59 AM

શ્રમિકોને કામના સ્થળ નજીક રહેઠાણ માટે શ્રમિક બસેરા સ્થાપવા ₹ 500 કરોડ ની જોગવાઈ
ધોરણ 1 થી 8 ના RTE માં અભ્યાસ કરેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 બાદ ખાનગી શાળામાં અભ્યાસ માટે ₹ 20 હજારનું શાળા વાઉચર આપવા ₹ 50 કરોડની જોગવાઈ
PMJAY - માં યોજના હેઠળ મફત સારવાર માટે ₹ 1600 કરોડની જોગવાઈ
ઉજ્જવલા યોજના હેઠળ 39 લાખ કુટુંબો ને દર વર્ષે બે ગેસ સિલિન્ડર મફત આપવા ₹ 500 કરોડની જોગવાઈ
NFSA કુટુંબો માટે પ્રતિ માસ 1 કિલો ચણા હવે સમગ્ર રાજ્યમાં અપાશે
શ્રીઅન્ન માટે બાજરી, જુવાર, રાગી ના જથ્થાની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા ₹ 30 કરોડની જોગવાઈ
દરેક જિલ્લામાં 1 જિલ્લા કક્ષાનું અને જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા આયોજન
મનરેગા માટે ₹ 1391 કરોડની જોગવાઈ
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના માટે ₹932 કરોડની જોગવાઈ
શહેરી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવવાની જાહેરાત. આ માટે ₹ 8086 કરોડની જોગવાઈ
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 1 લાખ આવાસો બનાવવા ₹ 1066 કરોડની જોગવાઈ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ના કામ માટે માટે ₹ 905 કરોડની જોગવાઈ
 

11:57 AM

10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 5 કરોડની જોગવાઈ. આઈટીઆઈના બાંધકામ માટે 239 કરોડની જોગવાઈ
મહિલા બાળ વિકાસ માટે 6064 કરોડ઼ની જોગવાઈ. નેશનલ હેલ્થ મિશન માટે 1745 કરોડ ફાળવાયા. મફત તબીબી સારવાર માટે 1600 કરોડની જોગવાઈ. આરોગ્ય કેન્દ્રોની માળખાકીય સગવડો વધારવા માટે 643 કરોડની જોગવાઈ. રાજ્યમાં 5 નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરાશે. તાલુકા કક્ષાએ સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવાનું આયોજન. પોષણ સહાય, માતૃવંદના યોજના માટે 324 કરોડની જોગવાઈ
 

11:50 AM

દૂધ સંજીવની યોજના માટે 144 કરોડની ફાળવણી કરાઈ. શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 350 કરોડની જોગવાઈ. એકતા નગર ખાતે દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનશે. વડનગર ખાતે પુરાતત્વિક અનુભૂતિ સંગ્રહાલય બનાવાશે. દ્વારકામાં શ્રીકૃષ્ણ જીવનચરિત્ર આધારિત સંગ્રહાલય બનાવાશે. વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય બનાવાશે. સુરેન્દ્રનગરમાં ઝવેરચંદ મેઘાણીનું સંગ્રહાલયન બનાવાશે. 

11:47 AM

બજેટ રજ કરતી વખતે તેમણે કહ્યું કે સરકારની વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે. વિકાસનો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરિયાતવાળા વર્ગને પાયાની સિવિધાઓ સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. તેઓ આ વિકાસમાં સહભાગી થાય તેવી પ્રાથમિકતા છે. બીજો સ્તંભ સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધનનો વિકાસ કરવાનો છે. જ્યારે ત્રીજો સ્તંભ જન સુખાકારી તેમજ આર્થિક સમૃદ્ધિને વધારે સુદ્રઢ બનાવવા, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવી એ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી કૃષિ ઔદ્યોગિત અને સેવાક્ષેત્રે ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થકી, રોજગારની નવી તકોનું સર્જન કરવું એ વિકાસ યાત્રાનો ચોથો સ્તંભ છે. જ્યારે પાંચમો સ્તંભ ગ્રીન ગ્રોથ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે.

પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ....
ગયા વર્ષે સરકારે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના, જરૂરિયાતવાળા વર્ગો તેમજ દિવ્યાંગો માટે સ્કોલરશિપ જેવી વિવિધ યોજનાઓના વ્યાપ તેમજ સહાયમાં ધરખમ વધારો કર્યો હતો. આ યોજનાઓમાં અપાતી સહાયની રકમ લાભાર્થીઓના બેંક  ખાતામાં સીધી અને નિયમિત રીતે આધારનંબર સાથે જોડીને ડીબીટીના માધ્યમથી પહોંચાડવાની વ્યવસ્થા છે. 

બીજો સ્તંભ- માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
સમાજનો દરેક વર્ગ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ પ્રયત્નો કરે છે. વિક્સીત અને વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું માનવધન યુવાન છે. અમૃતકાળમાં ભારતનું યુવાધન ડેમોગ્રાફીક ડિવિડન્ડ ઊંચા વિકાસદર તરફ લઈ જનાર છે. ગુજરાતના માનવ સંસાધનનો સર્વાંગી વિકાસ કરી માનવ વિકાસ સૂચકાંકમાં વધારો કરવાનું સરકારનું ધ્યેય છે.

11:45 AM

આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ અઢી લાખની સહાય આપવા 20 કરોડી જોગવાઈ
પાલક માતાપિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક સહાય આપવા 73 કરોડની જોગવાઈ
મહીસાગર ડાંગમાં નવી મેડિકલ કોલેજ બનશે
દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસટી બસમાં મુફત મુસાફરી કરવા 52 કરોડની જોગવાઈ
કુંવરબાઈનું મામેરું યોજના માટે 54 કરોડની જોગવાઈ
એસસી અને વિકસિત જાતિના 1 થી 10 માં ભણતા 40 લાખ વિદ્યાર્થીઓને 376 કરોડની ભલામણ
 

11:41 AM

ધોલેરામાં દેશના પ્રથમ સેમિકંક્ટર પ્લાન્ટની જાહેરાત
પાણીના ઉપયોગનું ઓડિટ કરવામાં આવશે
અરવલ્લી, છોટાઉદેપુરમાં નવી મેડિકલ કોલેજ સ્થપાશે
શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામા આવ્યું, શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું
50 હજાર મનો દિવ્યાંગોને આર્થિક સહાય આપવા 60 કરોડની જોગવાઈ
11 લાખ લાભાર્થીઓને પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ
વિવિધ ચિલ્ડ્રન હોમ બનાવવા 8 કરોડની જોગવાઈ
રિસાઈકલ પાણીના ઉપયોગ માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામા આવશે
આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 15,182 કરોડની જોગવાઈ
ગ્રીન ગ્રોથ માટે 5 વર્ષમાં 2 લાખ કરોડ ખર્ચાશે
ફોરેસ્ટ સરવે ઓફ ઈન્ડિયા 2021 ના રિપોર્ટ મુજબ વન કવચમાં 69 ચોરસ કિમી વધારો નોંધાયો

11:36 AM

શિક્ષણ વિભાગ માટે કુલ ૨૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના પ્રેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઈ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નહિતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે ૨૩૧૦૯ કરોડની જોગવાઈ.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ ર૬૪ કરોડની જોગવાઈ.
 

11:34 AM

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસાર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યું છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

11:30 AM

આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડનો વધારો કરાયો બજેટમાં... શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફળવામાં આવ્યું... બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ વધુ મળ્યું

11:30 AM

દસ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 562 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ

એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાયકલ આપવા 75 કરોડની જોગવાઈ

11:29 AM

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ

વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ

દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ

બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ

દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ

પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ

કુવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ

સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ

11:24 AM

દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ બનશે 
રિન્યુએબલ એનર્જિ માટે 45 ટકા કામ કરાવનો લક્ષ્યાંક
100 ટકા નલ સે જલમાં જે કનેક્શન બાકી છે તેની કામગીરી પૂર્ણ કરવા પર ભાર
ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવા ફાઈબર નેટવર્ક ઉભું કરાશે
5 હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે
મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં મિલેટનો સમાવેશ કરાશે

11:19 AM

સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણ જોડવા પરિક્રમા પથ યોજનાની જાહેરાત
સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ માટે 5580 કરોડ ની જોગવાઈ
ઓનલાઈન શિક્ષણનો લાભ વધારવા ડિજીટલ લાઈબ્રેરી શરૂ કરાયશે
દ્વારકા ખાતે નવા એરપોર્ટ બનાવાશે
બજેટમાં પરિક્રમા પથ યોજનાની જાહેરાત
કેશોદ એરપોર્ટનું વિસ્તરણ થશે
10 કરોડના ખર્ચે 20 હજાર શાળામાં 50 હજાર નવા ઓરડા બનશે
શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો વ્યાપ વધારાશે. નવા 150 કેન્દરો શરૂ કરાશે

11:15 AM
  • મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
  • મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત
  • તમામ કુટુંબને કુટુંબ ઓળખપત્ર અપાશે. 
  • PMJAY હેઠળ 85 લાખ કુટુંબો માટે વીમા કવચ 5 લાખ થી વધારી 10 લાખ કરાયું
  • 10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા ઓરડા બનશે
  • 1.5 લાખ જ્ઞાન કુંજ સ્માર્ટ ક્લાસરૂમ બનશે
11:12 AM

નાણામંત્રીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના બજેટ પર સંબોધન શરૂ કરતા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. ગુજરાતના પનોતાપુત્ર અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલા વિકાસથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. આ વિકાસ પર વિશ્વાસ મૂકી, ગુજરાતની સાા કરોડ જનતાએ ૧૫મી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી અમને જનાદેશ આપ્યો છે. અમારી સરકારવી લોકશાહીના આ મંદિરમાંથી જનાદેશ માટે ગુજરાતની પ્રજાનો ઉધ્યપૂર્વક આભાર વ્યકત કરું છું. વિકાસની આ વણથંભી ચાત્રાને ચાલુ રાખવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર કૃતસંકલ્પ છે. તીવ્ર ગતિએ વિકાસ પામી ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે. ભારત પ્રાચીનકાળની વિશ્વગુરૂની ઓળખ પુન:પ્રાપ્ત કરી રહ્યું છે. વિશ્વના મોટા ઓગણીસ દેશો અને યુરોપિયન યુનિયનના સમૂહ ૦-૨૦ નું વર્ષ ૨૦૨૩ માટે નેતૃત્વ કરવાનું ગૌરવ દેશને પ્રાપ્ત થયેલ છે. સ્વપ્નદ્રષ્ટા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે વર્ષ ૨૦૧૭ સુધીમાં દેશને ૫ ટ્રિલીયન યુ.એસ.ડોલર અને વર્ષ ૨૦૩૨ સુધીમાં ૧૦ ટ્રિલીયન યુ.એસ.ડોલરનું અર્થતંત્ર બનાવવાની હાકલ કરી છે. દેશની કુલ વસ્તીના ૫% જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે વર્ષ ૨૦૨૧-૨૨માં દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩૬%નો ફાળો નોંધાવેલ છે. દેશના મોટા રાજ્યોમાં, છેલ્લા દશકમાં સરેરાશ ૧૨.૫૬%નો વાર્ષિક વિકાસ દર(CAGR) નોંધાવી ગુજરાતે દેશના ગ્રોથ એન્જિનનું બિરુદ મેળવેલ છે. આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો ૧૦% કે તેથી વધુ થાય તે માટે અર્થતંત્રના દરેક ક્ષેત્રને વેગ આપી વિકાસની ગતિને વધારવાની અમારી સરકારની નેમ છે.

ગુજરાતના વેગવંતા વિકાસની અમારી પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ છે. વિકાસનો પહેલો સ્તંભ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાનો છે. તેઓ આ વિકાસ યાત્રામાં સહભાગી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માનવ સંસાધનનો વિકાસ દ્વિતીય સ્તંભ છે. જન સુખાકારી તેમજ આર્થિક સમૃદ્ધિને વધારે સુદ્રઢ બનાવવા વિશ્વસ્તરીય આંતરમાળખાકિય સવલતો ઊભી કરવી એ અમારો તૃતીય સ્તંભ છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી કૃષિ, ઔદ્યોગિક અને સેવાક્ષેત્રે, ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગ થકી, રોજગારની નવી તકોનું સર્જન કરવાનો આ વિકાસ યાત્રાનો ચોથો સ્તંભ છે. પાંચમો સ્તંભ ગ્રીન ગોથ થકી પર્યાવરણની જાળવણી અને ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે.

999.jpg

11:07 AM

નાણાં મંત્રી કનુ દેસાઈએ રાજ્યના બજેટ પર સંબોધન શરૂ કરતા કહ્યું કે, ગુજરાતની જનતાએ 15 મી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ પ્રચંડ જના દેશ આપ્યો છે તેના માટે આભાર માનું છું. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ તેઓએ રજૂ કર્યું. 

10:38 AM

બજેટ પહેલા ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી શરૂ કરાઈ હતી. જેમાં અદાણી ગ્રૂપને લઈને સવાલ પૂછાયો હતો. આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, અદાણી ગ્રુપે સરકાર પાસે ગૌચર, સરકારી પડતર-ખરાબાની જમીન માંગી હતી. અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29784 ચો. મી જમીન માંગી હતી. ગાંધીનગરમાં ટાઉનશિપના હેતુ માટે 61211 ચો. મી જમીન માંગી છે. આ તમામ જમીન અદલા બદલી અંતર્ગત માંગી હોવાનો સરકારે દાવો કર્યો.

10:38 AM

વિધાનસભા ગૃહની કામગીરી શર થઈ છે. પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી કે, છેલ્લા બે વર્ષમાં પેપર લીકના 5 ગુનાઓ નોંધાયા છે. 121 લોકો સામે ફરિયાદ કરાઈ અને 101 ગુનેગારની ધરપકડ કરાઈ છે. તો હજુ 20 ગુનેગારો ઘરપકડ બાકી હોવાનું ગૃહ વિભાગે સ્વીકાર કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલમાં સરકારે આ લેખિતમાં જવાબ આપ્યો. અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારને સવાલ પૂછ્યો કે, દીકરીઓને બચાવવા માટે કોઈ બિલ લાવવું છે? મહિલા વિરુદ્ધ ગુનાહમાં સરકાર કોઈ કડક પગલાં લેશે? વર્ષ 2014થી પોક્સોના કેસ ગુજરાતમાં વધ્યા છે. છેલ્લા 8 વર્ષમાં 14522 પોક્સો હેઠળ કેસ નોંધાયા છે.

Trending news