અમિત રાજપુત/ અમદાવાદ : કોરોનાનું સંકટ ધીરે ધીરે ગંભીર બનતું જઇ રહ્યું છે, ખાસ કરીને અમદાવાદમાં સ્થિતી ખુબ જ ગંભીર બનતી જઇ રહી છે. ત્યારે બહારના રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પોતાના વતન જવા માટે લાંબા સમયથી તલપાપડ હતા. તેવામાં સરકાર દ્વારા બહારના રાજ્યોનાં શ્રમજીવીઓને બહાર મોકલવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. રોજ સેંકડો શ્રમજીવીઓને વતન મોકલાઇ રહ્યા છે. જો કે આ બાબતે કેટલીક ભ્રાંતિઓ પણ ફેલાઇ રહી છે. જેના કારણે અનેક શ્રમજીવીઓ બેબાકળા થઇ રહ્યા છે. જો સરકાર તેમને વતન પ્રક્રિયા અટકાવી દેશે અને પોતે રહી જશે તો તેવી ભ્રાંતિને કારણે આજે સોનીની ચાલી ખાતે સેંકડો શ્રમજીવીઓ ઉમટી પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપશ્ચિમી પવનોનાં કારણે મધ્યમાં કાળઝાળ ગરમી, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

7000થી પણ વધારે શ્રમજીવીઓ બપોરે સોનીની ચાલી ખાતે ઉમટી પડ્યાં હતા. જો કે આ અંગે જાણ થતા પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા તેમને સમજાવીને પરત મોકલવામાં આવ્યા હતા. જો કે આ ટોળાઓ ઉમટતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજ્જીયા ઉડી ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર

આ અંગે પોલીસ અધિકારીઓને પુછતા તેમણે જણાવ્યું કે, કાલે 1200 લોકોને ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવ્યા હતા. જો કે આજે બિહારની બસો ઉપડવાની હોવાની અફવા ફેલાતા લોકો સોનીની ચાલી ખાતે એકત્રીત થવા લાગ્યા હતા. જો કે પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવામાં આવ્યું હતું. તેમને સાંત્વના પણ આપવામાં આવી હતી. સરકાર તમામને વતન પરત મોકલશે તેવી સાંત્વના બાદ શ્રમજીવીઓ પરત ફર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર