સેંકડો લોકોએ રસી લીધી કોઇને આડઅસર નહી, સિવિલમાં આવેલા પોલીસ કર્મચારી સ્વસ્થ
* કોરોનાની રસી બાદ સામાન્ય તાવ અને માથું દુખે તો ગભરાવું નહીં
* સિવિલ હૉસ્પિટલમાં તપાસ માટે આવેલા પોલીસકર્મીઓ સંપૂર્ણ સ્વસ્થ : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદી
* સિવિલ હોસ્પિટલના 3,500 આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોઈ આડઅસર જણાઈ નથી
* સિવિલ હોસ્પિટલમાં સોમવારે 606 હેલ્થકેર વર્કર્સ અને 283 ફ્રંટલાઈન વર્કર્સએ રસીનો પહેલો ડોઝ લીધો
અમદાવાદ :: સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ સ્પષ્ટતા કરી છે કે, શહેરની વિવિધ પોલીસ એકેડમીમાંથી આવેલા મહિલા પોલીસકર્મીઓને કોવીડની રસી બાદ ગંભીર આડઅસર જોવા મળી નથી. તેમણે ઉમેર્યું કે, આ મહિલા પોલીસકર્મીઓમાંથી કેટલાક મહિલા પોલીસકર્મીઓ સામાન્ય અસર થઈ હતી તેથી તે સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવા આવ્યા હતા, તે દવા લઈ પોતાની એકેડમીમાં પરત ફર્યા છે.
Gujarat Corona Update: નવા 298 કેસ 406 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત
ડો. મોદીએ તમામ પોલીસકર્મીઓ અને હેલ્થ વર્કરોને રસી લેવા માટે અપીલ કરતા કહ્યુ કે, કોરોનાની રસી બાદ સામાન્ય તાવ આવવો અને માથુ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, પણ તેનો કોઈએ ડર રાખવાની જરૂર નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલના 3,500થી વધુ આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, પણ તેમાંથી અત્યાર સુધી કોઈને પણ આડઅસર જોવા મળી નથી.
AHMEDABAD ની શાળાએ વાલીઓને લૂંટી લૂંટી એકત્ર કરેલી લાખોની રકમ ક્લાર્ક લઇને રફૂચક્કર
તેમણે જનતાને હૈયાધારણ આપતા કહ્યું કે, વેક્સિન લીધા બાત જો ઉપરોક્ત તકલીફ સિવાયની અન્ય કોઈ તકલીફ જણાય તો ચોક્કસ તબીબી તપાસ કરાવવી જોઈએ. પણ ખોટો ભય રાખવાની જરુર નથી. કોવીશિલ્ડ વેક્સિનના અત્યંત સફળ પરિણામો જોવા મળ્યા છે અને વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તેમણે અનુરોધ કર્યો કે તમામ ફ્રંટલાઈન વર્કરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ સુરક્ષિત બનવું જોઈએ.
AHMEDABAD : વેપારીનું અપહરણ કરનારાઓને ATS દ્વારા રાજસ્થાનમાંથી ઝડપી લેવાયા
સોમવારે (1 ફેબ્રુઆરી,2021)એ 889 વ્યક્તિઓને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જેમાં 606 હેલ્થવર્કર્સ અને 283 ફ્રંટલાઈન કોરોના વોરિયર્સનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલમાં 11 દિવસના અંતે વેક્સિન લેનારની કુલ સંખ્યા - 3553 થઈ છે, તેમજ 710 પોલીકર્મીઓએ બે દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube