AHMEDABAD : વેપારીનું અપહરણ કરનારાઓને ATS દ્વારા રાજસ્થાનમાંથી ઝડપી લેવાયા

AHMEDABAD : વેપારીનું અપહરણ કરનારાઓને ATS દ્વારા રાજસ્થાનમાંથી ઝડપી લેવાયા

* ગાંધીધામના વેપારીના અપહરણનો મામલો
* ગુજરાત ATS એ 4 આરોપીની કરી ધરપકડ
* તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું
* અપહરણ કરી 3 કરોડની માંગી હતી ખંડણી
* વેપારીને ગોંધી રાખી પડાવ્યા હતા 35 લાખ

અમિત રાજપુત/ અમદાવાદ :: ગાંધીધામના લાકડાના વેપારીના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી રાજસ્થાનની અલગ-અલગ જગ્યાઓએ ગોંધી રાખી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોના નામ છે. સુરેશ સોની, રાકેશ સોની, ત્રિલોક ચૌહાણ અને સંદીપ છાજુસિંગ. આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. આ તમામ આરોપીઓ સાથે મનોજ વ્યાસ નામનાં આરોપીએ ભેગા મળીને ગાંધીધામનાં વેપારીનુ અપહરણ કર્યુ હતું. મનોજ વ્યાસ નામનો આરોપી દસ વર્ષ પહેલા વિયતનામ ખાતે આ જ વેપારીના ભાઈની કંપનીમાં નોકરી કરતો હતો તેમજ આરોપીના કેટલાક સગા હજુ પણ વેપારીની કંપનીમાં નોકરી કરે છે. આરોપી પોતે પણ વેપારીને સારી ઓળખતો હોવાથી તેની પાસેથી સારી એવી રકમ વસુલી શકાશે તે ખબર હોવાથી રાજસ્થાનના ચાર શખ્સોને ગાંધીધામ બોલાવી વેપારીનું અપહરણ કર્યું હતું.

ગત 19 જાન્યુઆરીએ ગાંધીધામના લાકડાના વેપારી મુકેશ અગ્રવાલની પાંચ શખ્સોએ દેશી તમંચા જેવા હથિયાર બતાવી વેપારીની ગાડી પર લોખંડના સળીયા દ્વારા હુમલો કરી પૈસા બનાવવાના ઇરાદે અપહરણ કર્યું હતું.. આરોપીઓએ અપહરણ કરીને વેપારીને રાજસ્થાનના સાંચોર, જોધપુર રોડ તેમજ જયપુર જેવી જગ્યાઓએ લઈ જઈ ગાંધી રાખ્યો હતો. તેની પાસેથી યેનકેન પ્રકારે 35 લાખ રૂપિયા કઢાવી લીધા હતા તેમજ વેપારીનો ૬૦ હજારની કિંમતનો મોબાઇલ લઇ લીધો હતો. કારમાં વેપારીને બેસાડી અલગ અલગ જગ્યાઓ ફરતા હતા ત્યારે વેપારી ચા પીવાનાં બહાને અપહરણકારોનાં ચુંગલમાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ તમામ આરોપીઓ ભાગી ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા ગુજરાત એટીએસએ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાત ATS એ હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગુનાનો મુખ્ય આરોપી મનોજ વ્યાસ પાસે ખંડણીની રકમ હોય તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે તેમજ અપહરણમાં વપરાયેલ વેગેનાર ગાડી રાજસ્થાનના ઝુંનઝુનું ગ્રામ્ય પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હોય તે ગાડી પણ રાજસ્થાન પોલીસે કબજે કરી છે. તેમજ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે તે બાબતે તપાસ હાથ ધરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news