ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બુધવારથી હું પણ કોરોના વોરિયર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા લોકડાઉનનાં ચોથા હિસ્સામા ઘણી છુટછાટ આપવામાં આવી છે. જો કે લોકો ત્રણ લોકડાઉનનાં કારણે કંટાળીને બિન જરૂરી બહાર ન નિકળે તે માટે આ અભિયાનની શરૂઆત કરી છે. જેના માટે ગુજરાતી ખ્યાતનામ હસ્તીઓને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે અને લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલંગ: એશિયાનાં સૌથી મોટા શીપબ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ ફરૂ, 600 કરોડ રૂપિયાનું નુકસાન

આ અભિયાનમાં ત્રણ મુદ્દાનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવશે 1.વડીલો અને બાળકોને ઘરમાં જ રાખવા માટે અપીલ 2. માસ્ક વિના જરૂરિયાત વગર ઘરની બહાર ન નિકળવું જોઇએ 3. દરેક વ્યક્તિ સાથે સામાજીક અંતર જાળવીશું.  4. બિન જરૂરી લોકો બહાર ન નિકળે તે માટે પણ અપીલ કરવામાં આવશે. અભિયાન હેઠળ વિવિધ ઇનડોર પ્રવૃતિઓ પણ થશે.


અમદાવાદ રેલવે સ્ટેશને પર સામાન્ય મજુરી કરતા સાદ્દીકભાઇ શ્રમીકોની તરસ છીપાવે છે

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, 21થી 27 મેનાં એક અઠવાડીયા દરમિયાન સાંજે 6 કલાકે આમંત્રીત મહાનુભાવ ફેસબુક લાઇવ દ્વારા જોડાશે અને વાર્તાલાપ કરશે. જેમાં મોરારીબાપુ, ગુણવંત શાહ, રમેશબાઇ ઓઝા, સચિન જિગર, આરતી, આરોહી પટેલ, જય વસાવડા સહિતના લોકો જોડાશે.


દીવ, દમણ અને હવેલીમાં કોરોનાના ટેસ્ટની કિંમત નિર્ધારિત, મનફાવે તેવા ભાવ નહી વસુલી શકાય

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષો પછીઆવી મહામારી દેશ પર આવી પડી છે. લોકડાઉનમાં જીવન ખુબ જ અઘરુ છે. સરકારે પોતાની તમામ શક્તિ કામે લગાડેલી છે. લોકડાઉન દરમિયાન છેવાડાના માનવી સુધી તમામ શક્ય સરકારી મદદ પહોંચાડવામાં આવી રહી છે. 2 મહિના પછી કેટલાક ચોક્કસ નિયમો હેઠળ લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે. આવામાં કોરોના વોરિયરની ભુમિકા મહત્વની બનતી જાય છે. અત્યાર સુધી ઘરમાં હતા સુરક્ષીત હતા પરંતુ હવે બહાર નિકળવાનું છે અને સુરક્ષીત પણ રહેવાનું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર