અલંગ: એશિયાનાં સૌથી મોટા શીપબ્રેકિંગ યાર્ડ 50 દિવસ બાદ ફરૂ, 600 કરોડ રૂપિયાનું નુકસાન
Trending Photos
ભાવનગર : સમગ્ર એશિયામાં પ્થમ નંબરે આવેલું ભાવનગરનું અલંગ શીપબ્રેકિંગ યાર્ડ લાંબા સમયથી કોરોનાના લોકડાઉનનાં કારણે મંદીનો સામનો કરી રહ્યુ છે.સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થતા શીપ ભાગવાની કામગીરી છપ્પ થઇ ચુકી છે. અલંગમાં શીપ બ્રેકિંગનાં 140થી વધારે નાના મોટા પ્લોટ આવેલા છે. લોકડાઉન પહેલા તેમનાં મોટા ભાગનાં પ્લોટમાં થોડા ઘણા અંશે શીપબ્રેકિંગનું કામ ચાલતું હતું. જો કે હાલ માત્ર 63 બ્લોકમાં જ આ કામગીરી ચાલી રહી છે.
જો કે આ કામગીરી પણ ખુબ જ ધીમી ચાલી રહી છે. કારણ કે તેમાંથી નિકળતી વસ્તુઓ વેચવામાં વેપારીઓને ઘણી તકલીફ પડી રહી છે. હાલ મજુરોથી માંડીને તમામ ઉદ્યોગો બંધ હોવાનાં કારણે તમામ ખરીદ વેચાણની પ્રક્રિયાઓ અટકેલી છે. જેના કારણે શીપબ્રેકિંગ યાર્ડે 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અલંગનાં કારણે ભાવનગર જિલ્લા સહિત 1 લાખથી વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળે છે. આ ઉપરાંત જહાજો વિદેશી હોવાનાં કારણે 22 ટકા ડ્યુટી લાગતી હોવાથી કસ્ટમ એન્ડ એક્સાઇઝને પણ દર મહિને 200 કરોડ ઉપરાંતની આવક થતી હોય છે. આ નુકસાન સરકારે પણ ઉઠાવવાનો વારો આવ્યો છે. દર વર્ષે સેંકડો જહાજો અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવે છે.
શ્રમીકો પણ વતન પરત ફરી જતા યાર્ડને પુર્ણ રીતે શરૂ કરવું ખુબ જ મુશ્કેલનો સામનો કરો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપારીઓ વ્યાજે પૈસા લઇને શીપ ખરીદતા હોય છે. તેને તોડીને તેમાંથી થતી કમાણીમાંથી ચુકવણી કરાત હોય છે. જો કે લોકડાઉનની સ્થિતીનાં કારણે શીપબ્રેક્રિંગના વાડા ફરી ચાલુ કરવા મુશ્કેલ છે. તેવામાં મુશ્કેલી વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલંગમાં 12 હજારથી વધારે પરપ્રાંતીઓ કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે