અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે પતિને ધંધામાં નુકસાન આવતા તેણે ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો. દેવું થઇ જવાના કારણે ઘર અને જમીન વેચવા પડ્યા હતા ઉપરાંત દાગીના પણ ગીરવે મુકવા પડ્યા હતા. તેમ છતા પણ દેવું પુરૂ નહી થતા આખરે પતિએ દહેજ પેટે 15 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હતી. પૈસા નહી આવે તો શારીરિક અને માનસિક ત્રાસ આપતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 8 નવા કેસ, 33 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


વસ્ત્રામાં રહેતી એક મહિલાએ 2009 ના વર્ષમાં પોતાના જ સમાજની એક યુવતી સાથે ગાંધર્વ વિવાહ કર્યા હતા. લગ્ન બાદ સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા. જો કે લગ્નના શરૂઆતના ત્રણ વર્ષ ખુબ જ સુંદર રીતે પસાર થઇ ગયા હતા. જો કે ત્યાર બાદ નાની નાની બાબતોમાં ટોણા મારવા અને વગેરે કારણે બંન્ને વચ્ચે બોલાચાલી થવા લાગી હતી. જો કે 6 વર્ષ અગાઉ ધંધામાં નુકસાન જતા તેમને ધંધો બંધ કરવાની નોબત આવી હતી. જેના કારણે દેવું થઇ જતા ઘર અને ગામડાની જમીન અને સોનાના દાગીના ગીરવે મુકાઇ ગયા હતા. 


ભાજપના અગ્રણી નેતાના ફાર્મમાંથી 5000 બોટલ દારૂ, 216 ટીન બિયર ઝડપાયું, પાસામાં ધકેલી દેવાયા


મહિલાના પિતાએ તેના ઘરના ઓળખીતા પાસેથી 3 લાખ રૂપિયા અપાવડાવ્યા હતા. પતિએ આ નાણા પરત આપ્યા નહોતા. ઉપરાંત પત્નીના બેંક એકાઉન્ટમાંથી ચેક ગીરવે મુકીને નાણા ઉઠાવી લીધા હતા. ચેક બાઉન્સ થતા નાણા આપનારા વ્યક્તિએ પણ મહિલા પર પોલીસ કેસ કર્યો હતો. મારે રૂપિયાની જરૂર છે. તું દહેજમાં કઇ લાવી નથી. તુ તારા પિતા પાસેથી રૂપિયા 15 લાખ લઇ આવે તેમ કહીને દહેજની માંગ કરી હતી. જો કે પિતા આટલા રૂપિયા ક્યાંથી આવે છે તેમ કહીને પતિએ ઉશ્કેરાઇને મહિલાને માર માર્યો હતો. મહિલાને તેના બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી હતી. આખરે કંટાળેલી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube