ભાજપના અગ્રણી નેતાના ફાર્મમાંથી 5000 બોટલ દારૂ, 216 ટીન બિયર ઝડપાયું, પાસામાં ધકેલી દેવાયા

તાલુકા ભાજપના અગ્રણી તથા ઉનાના બુટલેગરની પાસામાં ધરપકડ કરી અમદાવાદ અને ભુજની જેલમાં ધકેલવામાં આવ્યા છે. રાજકીય અગ્રણી અરવિંદ પટેલના ધાવા ગીર ગામના ફાર્મ હાઉસમાંથી ચારેક માસ અગાઉ પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો હતો. જિલ્લા કલેકટરે મંજૂર કરેલ પાસાના વોરંટની એલસીબીએ બજવણી કરી બંન્નેને ઝડપી લીધા હતા. અગ્રણીને પાસા હેઠળ જેલમાં ધકેલાતા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

ભાજપના અગ્રણી નેતાના ફાર્મમાંથી 5000 બોટલ દારૂ, 216 ટીન બિયર ઝડપાયું, પાસામાં ધકેલી દેવાયા

તાલાલા : તાલુકા ભાજપના અગ્રણી તથા ઉનાના બુટલેગરની પાસામાં ધરપકડ કરી અમદાવાદ અને ભુજની જેલમાં ધકેલવામાં આવ્યા છે. રાજકીય અગ્રણી અરવિંદ પટેલના ધાવા ગીર ગામના ફાર્મ હાઉસમાંથી ચારેક માસ અગાઉ પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો હતો. જિલ્લા કલેકટરે મંજૂર કરેલ પાસાના વોરંટની એલસીબીએ બજવણી કરી બંન્નેને ઝડપી લીધા હતા. અગ્રણીને પાસા હેઠળ જેલમાં ધકેલાતા પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

તાલાલા પંથકમાંથી ચારેક માસ અગાઉ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થા સાથે તાલુકા ભાજપ અગ્રણી અને ઉનાના બુટલેગરની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે કરેલ દરખાસ્તને લઈ બંન્નેની પાસા હેઠળ અટક કરી અમદાવાદ અને ભુજની જેલમાં ધકેલવાની કાર્યવાહી એલસીબી દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયેલ છે.

ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામએ અરવિંદ બાબુભાઈ રામોલિયા (ઉ.વ 42 રે.જસાધાર ગીરવાળા) વાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેને લઈ તે સમયે અરવિંદ રામોલીયા તથા ઉનાના રસિક જીણાભાઇ બાંભણિયા (ઉ.વ.33) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદમાં ઝડપાયેલ બંન્ને આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને લઈ ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટે સમક્ષ મોકલેલ હતી જેને મંજુર કરી પાસાનું વોરંટ ઇસ્યુ થયેલ હતું.

જેના પગલે એલસીબી PI વી‌.યુ.સોલંકી, પીએસઆઇ‌ કે‌.જે.ચૌહાણની સુચનાથી સ્ટાફના નરેન્દ્ર કછોટ, રામદેવસિંહ, મેરામણ શામળા સહિતનાએ પાસાના વોરંટની બજવણી કરી બંન્નેની અટકાયત કરી હતી. બાદમાં અરવિંદ રામોલિયા પટેલને અમદાવાદની સાબરમતી જેલ તથા રસિક બાંભણિયાને ભુજની જેલમાં ધકેલી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાસા હેઠળ રાજકીય અગ્રણીની અટક કરી જેલહવાલે કરવાની કાર્યવાહીથી તાલાલા પંથક સહિત જિલ્લામાં ભારે ચકચાર ફેલાયો છે. 

ભાજપ અગ્રણીના ફાર્મમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો હતો
તાલાલા તાલુકા ભાજપ અગ્રણી અરવિંદ પટેલના ધાવા ગીર ખાતેના કેસર કેરીના બગીચામાંથી ગત નવેમ્બર માસમાં વિદેશી દારૂની 4980 બોટલ તથા બીયરના ટીન 216 સાથે કુલ રૂ.8 લાખથી પણ વધારાની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ ભાજપ અગ્રણી જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી પાસામાં સાબરમતી જેલમાં ધકેલાતા ચકચાર મચી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news