સુરત: ગુજરાતમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં બિલિમોરા-વઘઈ રૂટ પર હાઈડ્રોજન ટ્રેન દોડશે. ટૂંક સમયમાં દેશની અનેક હેરિટેજ લાઈનો પર હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડવા જઈ રહી છે. જેમાં ગુજરાતમાં બીલીમોરા અને વઘઈ વચ્ચે હાઈડ્રોજન ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વેષ્ણવે જાહેરાત કરી હતી અને દેશમાં ટુંક સમયમાં હાઈડ્રોજન ટ્રેન દોડતી દેખાવવાની વાત કરી હતી.


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?


ક્યાં ક્યાં દોડશે ટ્રેન?


  • બીલીમોરા-વઘઈ રેલવે લાઈન

  • દાર્જિલિંગ હિમાલયનથી કાલકા શિમલા રેલવે લાઈન

  • મઉ પાતાલપાની રેલવે લાઈન

  • નીલગિરી માઉન્ટેન રેલવે લાઈન 

  • દેવગઢ મદારિયા રેલવે લાઈન 

  • માથેરાન હિલ રેલવે લાઈન


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


મહત્વનું છે કે રેલવે ઘણા વર્ષોથી ગ્રીન ફ્યૂલના રૂપમાં હાઈડ્રોજનનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યુ છે. જેમાં હાઈડ્રોજનથી ચાલતા ખાસ એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. હાઈડ્રોજન ફ્યૂલથી ચાલનારા એન્જિન દેખાશે તો સ્ટીમ એન્જિન જેવા જ અને તેમની ડિઝાઈન પણ એવી જ હશે પરંતુ તેને ચલાવવા માટે હાઈડ્રોજનનો ઉપયોગ કરાશે.