કોંગ્રેસની સરકાર બનશે તો દેવાદાર ખેડૂતોએ જેલમાં નહિ જવું પડે: રાહુલ ગાંધી
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે, કાર્યક્રમ માં આવતા મોડું થયું છે તેથી તમામ લોકોની હું માફી માંગુ છું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું.
રક્ષિત પંડ્યા/મહુવા: કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે, કાર્યક્રમ માં આવતા મોડું થયું છે તેથી તમામ લોકોની હું માફી માંગુ છું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું.
દેશના લોકોને મોદી સરકારે દિલમાં ચોટ પહોંચાડી છે. જો કોંગ્રેસની સરકાર બનશે તો 72,000 રૂપિયા ગરીબોના ખાતામાં દર વર્ષે કોંગ્રેસ સરકાર આપી શકે છે. મોદી સરકારની 15 લાખની વાત ખોટી છે. વધુમાં તેમંણે કહ્યું કે, ન્યાય યોજના મારફત 5 કરોડ પરિવારોને સહાય આપવામાં આવશે.
ડીસામાં અમિતશાહના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, રાહુલ શું ગરીબી હટાવશે
નરેન્દ્ર મોદી એ 5 વર્ષમાં કરેલ અન્યાય માટે ન્યાય યોજના લાવ્યા છે. જે 2019 ચૂંટણી જીતતાની સાથે જ લાગુ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, ન્યાય યોજનાના પૈસા ચોરોના બેંક ખાતામાંથી આવશે. રાહુલે વધુમાં કહ્યું કે, મેં કીધું હતું. કે કોંગ્રેસ સરકર આવશે તો હું ખેડૂતો ના દેવા માફ કરીશ અને રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં માફ કરી દીધા છે.
વાતાવરણમાં પલટાથી ગુજરાતનો દરિયો બન્યો તોફાની, એક જહાજ અને બે બોટ ડૂબી
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બની બાકી 3 રાજ્યોમાં તો ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બને તે તમામ રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. 2019 પછી જો કોંગ્રેસની સરકાર આવશે તો એટલે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ હશે.
મોદી સરકારના રાજમાં અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલિયા, સહિતના અરબપતિ જેલમાં નથી. ખેડૂતો લોન ભરપાઈ ન કરે તો જેલ થાય છે. કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતના દિલનું દર્દ દૂર કરીશ. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો કર્જ મામલે એક પણ ખેડૂતને જેલમાં નહીં જવું પડે. અદાણી અને અંબાણીના ચોકીદાર છે મોદી તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.