ડીસામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, રાહુલ શું ગરીબી હટાવશે

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ ચૂંટણી પ્રચાર માટે બનાસકાંઠાના ડીસા રોડ શો કરવામાં આવ્યો હતો. ગુજરાતની તમામ લોકસભાની બેઠકો જીતવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રોડશોમાં અમિતશાહની સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરબત પટેલ અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચોધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 ડીસામાં અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, રાહુલ શું ગરીબી હટાવશે

અલ્કેશ રાવ/બનાસકાંઠા: સવારે કોડિનારમાં ઝંઝાવાતી પ્રચાર કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાંજે ઉત્તર ગુજરાતના ડીસામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ પહેલા અમિત શાહે એક રોડ શો પણ કર્યો હતો.

 

ડીસાની દિપક હોટલથી શરૂ કરીને રિસાલા બજાર સુધીનો અમિતશાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. રો઼ડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ભાજપ તેના ગઢ ગુજરાતમાં તમામ બેઠકો પર જીત મેળવવા માટે અનેક પ્રયત્નો અન રેલીઓ તથા રોડ શો કરવામાં આવી રહ્યા છે. રવિવારે અમિત શાહ દ્વારા કલોલમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો.

ડીસાની સભામાં અમિતશાહે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે, પરબતભાઇ પટેલને જીતાડવા માટે ભાજપને જીતાડવા માટે આજે ડીસામાં આવ્યો છું. સાડા ત્રણ મહિનામાં 242 લોકસભાની બેઠકો પર પ્રચાર કરતો કરતો આજે હું ડીસા આવ્યો છું. હું જે સ્થળ પર પ્રચાર કરવા ગયો તે તમામ સ્થળ પર મોદી... મોદી...નો અવાજ સાંભળ્યો છે. દેશની જનતાએ મોદીને સ્વિકારી લીધા છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર સરકાર બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, હવે ચૂંટણી આવતા રાહુલબાબા પણ ગરીબી હટાવાની વાતો કરી રહ્યા છે. ગાંધી પરિવાર ચાર પેઢીથી ગરીબી હટાવાની વાત કરી રહ્યા છે, તોય મેળ પડતો નથી. આ રાહુલ ગાંધી શું ગરબી હટાવશે. જ્યારે વડાપ્રધાન મોદીએ 5 વર્ષમાં જ દેશના 7 કરોડ ઘરોમાં ચૂલા ફૂલતી માતાઓને ગેસ સીલીન્ડર આપ્યા છે. 2.35 લાખ લોકોના ઘરમાં આઝાદી બાદ વિજળી પહોચાડવાનું કામ મોદી સરકારે કર્યું છે.

50 કરોડ લોકોને બિમારીમાં આયુષ્માન યોજના અંતર્ગત 5 લાખ સુધીની સહાય કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે 40 લાખથી ઓછું ટર્નઓવર વાળા વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ આપાવનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં 10 ટકા આરક્ષણ આપવાનું કામ દેશની મોદી સરકારે કર્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે, કે ખેડૂતોને 6 હજાર રૂપિયા આપાવાની વાત કરી છે. ખેડૂતોને પેન્શન આપવાની વાત ભાજપે કર્યું છે. મોદીએ સૌથી મોટું કામ દેશને સુરક્ષિત રાખવાનું છે. થોડા દિવસ પહેલા પુલવામામાં થયેલા હુમલા બાદ મોદી સરકારે જવાનોના તેરમાના દિવસે પાકિસ્તાનના ધરમાં ધુસીને આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. દેશમાં આ સમાચાર મળતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ વચ્ચે પાકિસ્તાન અને રાહુલ ગાંધીના કાર્યલયમાં માતમ છવાયો હતો.

અમિત શાહે રાહુલગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, આતંકવાદીઓ પાકિસ્તાનમાં મર્યા અને તેલ રાહુલગાંધીના પેટમાં રેડાયું હતું. હું ડીસાની ધરતી પરથી કહું છું કે, આતંકીઓ સાથે ઇલુ ઇલુ કરવાનું કામ કોંગ્રેસનું છે. પણ જો પાકિસ્તાન તરફથી એક ગોળી આવશે તો ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ તોપના ગોળાથી આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news