જયરાજસિંહ ભાજપમાં આવે તો તેમનું સ્વાગત છે, કોંગ્રેસના કકળાટથી લોકો કંટાળ્યા છે: હિતુ કનોડિયા
ઇડરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતુ કનોડિયાની મુલાકાત દરમિયાન તેમણે જયરાજસિંહને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ જો ભાજપમાં આવે તો અમે તેમને આવકારીશું. તેઓનાં હૃદયનો વલોપાત સૌ કોઇ જાણે છે. કોંગ્રેસથી માત્ર જયરાજસિંહ જ નહી પરંતુ બધા લોકો કંટાળી ચુક્યાં છે.
રાજકોટ : ઇડરના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના સહ પ્રવક્તા હિતુ કનોડિયાની મુલાકાત દરમિયાન તેમણે જયરાજસિંહને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ જો ભાજપમાં આવે તો અમે તેમને આવકારીશું. તેઓનાં હૃદયનો વલોપાત સૌ કોઇ જાણે છે. કોંગ્રેસથી માત્ર જયરાજસિંહ જ નહી પરંતુ બધા લોકો કંટાળી ચુક્યાં છે.
હિતુ કનોડિયાએ વધારેમાં કહ્યું કે, જયરાજસિંહ કોંગ્રેસ પાર્ટીથી કંટાળી ચુક્યાં છે. અમારી પાસે આવે તેમનું સ્વાગત છે. ઉત્તરગુજરાતના લોકો કોંગ્રેસ અને તેના કકળાટથી કંટાળી ચુક્યાં છે. ભાજપ તરફ આવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અમે તમામ વિકાસ હિતેચ્છુ લોકોને આવકારીએ છીએ. વિકાસના કામમાં જોડાવા ઇચ્છતા લોકોને ભાજપ હંમેશા આવકારે છે.
ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ નિષ્ક્રિયતાથી કંટાળી ચુક્યા છે. તેઓ જુથવાદથી કંટાળી ચુક્યાં છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ નહી આપવાના કારણે જયરાજસિંહ નારાજ થયા છે. તેઓએ રાજીનામું આપી દીધું છે. જો કે ભાજપમાં જોડાય તો અમે તેમની સાથે તમામ પ્રકારે ન્યાય કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube