ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે સરકારે કરી મોટી જાહેરાત, 1916 થશે ઉપયોગી
રાજ્યમાં પીવાના પાણીના આયોજન અને પાણીની સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 44 થી 45 ડીગ્રી ગરમીમાં પીવાનું પાણી આપવાની સરકારની ફરજ છે. નર્મદા, પાણી પુરવઠા દ્વારા સંયુક્ત રીતે પાણી આપવામાં આવે છે. નર્મદા દ્વારા 375 કરોડ લીટર પુરું પાડવામાં આવે છે. નર્મદા યોજના દ્વારા 6 કોર્પોરેશન સહિતના વિસ્તારો કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે.
હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં પીવાના પાણીના આયોજન અને પાણીની સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 44 થી 45 ડીગ્રી ગરમીમાં પીવાનું પાણી આપવાની સરકારની ફરજ છે. નર્મદા, પાણી પુરવઠા દ્વારા સંયુક્ત રીતે પાણી આપવામાં આવે છે. નર્મદા દ્વારા 375 કરોડ લીટર પુરું પાડવામાં આવે છે. નર્મદા યોજના દ્વારા 6 કોર્પોરેશન સહિતના વિસ્તારો કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તકલીફ
ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કચ્છ જેવા જિલ્લામાં વરસાદ ઓછો હતો. તે પહેલાંથી આયોજન કરવામાં આવ્યું. 120 કરોડના ખર્ચે 64 કિમી સુધીની ઉપલેટાથી રાણાવાવ સુધીની પાઇપલાઇન ગુજરાત સરકાર દ્વારા નાખવામાં આવી છે. પોરબંદરના ડેમમાં ઓછું પાણી છે. આથી મુશ્કેલી છે, જોકે ઉપલેટાથી પાઈપ લાઈનનુ કામ બે દિવસમાં પુરું કરવામાં આવશે 2 કરોડ લીટર પાણી નર્મદાનું આપવામાં આવશે.
ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ
કચ્છના કુકમા સુધી પહોચ્યા નર્મદાના નીર
જ્યારે કચ્છમાં રોજના પહેલા 27 કરોડ લીટર પાણી પહોંચાડવામાં આવતું હતું. જેમાં આ વર્ષે વધારો કરીને નર્મદાના પાણીમાં વધારો કરીને 32 કરોડ લીટર પાણી આપવામાં આવશે. કચ્છના અંજારથી કુકમા સુધી પાણીની નવી પાઇપલાઇન નાખવાથી 10 કરોડ લીટર પાણીથી વધારીને 13 કરોડ લીટર કરી દેવામાં આવ્યું છે. જ્યારે બોટાદ ખાતે પણ નર્મદાના પાણીના પંપીંગ સ્ટેશનથી સૌરાષ્ટ્રામાં પાણી પહોંચાડી શકાશે. જેમાં રોજ 5 કરોડ લીટર પીવાનું પાણી પહોંચાડી શકાશે. જેથી અમરેલી જિલ્લાને ફાયદો થશે. જેમાં પણ 1 કરોડ લીટર પાણીમાં વધારો કરવામાં આવ્યો છે.
પાણીની સમસ્યા મામલે Dy.CM નીતિન પટેલે શું કહ્યું? જુઓ
વોટર પાર્કથી પરત ફરી રહેલા 3 પરિવારના રસ્તે યમરાજ બન્યો ટ્રક, અકસ્માતમાં 3ના મોત
જુલાઇ મહિના સુધી નર્મદામાં ગુજરાત માટે પુરતુ પાણી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો કે નર્મદા ડેમાં પીવાનું પૂરતુ પાણી છે. જુલાઇ મહિના સુધી ગુજરાતની ચાર કરોડ જનતા માટે પીવાનું પાણી સુરક્ષિત છે. અને જનતાએ પીવાના પાણી માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં નર્મદાનું પાણી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જુનાગઢ સહિતના વિસ્તારો જુલાઈ માસ સુધી પીવાનું પાણી સુરક્ષિત છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી કક્ષાએ આવતીકાલે પીવાના પાણી માટેની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે.
1916 ટોલફ્રી નંબર પર કોલ કરવાથી થશે પાણીની તકલીફ દૂર
મહત્વનું છે, કે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેનો નંબર 1916 રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં કોઇ પણ સ્થળે પાણીની તકલીફ પડે તો 24 કલાક ચાલુ રહેતા આ કંટ્રોલ રૂમમાંથી જે તે ગામની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે.