વોટર પાર્કથી પરત ફરી રહેલા 3 પરિવારના રસ્તે યમરાજ બન્યો ટ્રક, અકસ્માતમાં 3ના મોત
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :ભૂજ-ભચાઉ હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 8 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈકો કારમાં મહેસાણા વોટર પાર્કથી પરત ફરી રહેલા લોકોને ભૂજ તાલુકાના ઘાણેટી નજીક અકસ્માત નડ્યો હતો. ઈકો કાર અને આઇસર ટ્રક સામ સામે અથડાતા આ ઘટના સર્જાઈ હતી.
વીસનગર : ગામમાં બળદો દોડાવવાની હથિયાઠાઠું પરંપરા બની જીવલેણ, એક યુવકનો લેવાયો ભોગ
ભુજ તાલુકાના ધાણેટી અને BKT કંપની વચ્ચેના માર્ગ પર આજે વહેલી પરોઢે સર્જાયેલાં ગોઝારા માર્ગ અકસ્માતમાં બે યુવતી સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં છે. ભૂજ-માધાપરના ત્રણ પરિવારો મહેસાણા વોટર પાર્કની મજા માણી આજે પરોઢે ઈકો કારમાં પરત ફરી રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સામેથી આવતા આઈસર ટ્રક અને કાર સામસામે ટકરાતાં ઈકો કારનો કડુસલો બોલી ગયો હતો.
આ અકસ્માતમાં કાર ડ્રાઈવર રાજેશ પ્રભાશંકર ગોર (ઉ.વ.42, રહે.વાલદાસનગર, ભુજ), હિરલબા રાજુભા વાઘેલા (ઉ.વ.19, રહે. આંબેડકરનગર, મિરઝાપર, ભુજ) અને પૂજાબેન ધનજીભાઈ ભુડીયા (ઉ.વ.15, રહે. કોટકનગર, માધાપર નવાવાસ, ભુજ)ના મોત નિપજ્યાં હતા. દુર્ઘટનામાં શ્વેતા અરૂણભાઈ ગોર (ઉ.વ.22, રહે. કૈલાસનગર, ભુજ), કસ્તુરબેન ધનજીભાઈ ભુડીયા (ઉ.વ.45), સન્ની રાજેશ જોશી (ઉ.વ.21), રિદ્ધી રાજેશ જોશી (ઉ.વ.23, રહે. કૈલાસનગર, ભુજ), હેત્વી રાજેશ ગોર (ઉ.વ. 15), ધરમબા રાજુભા વાઘેલા (ઉ.વ.19) અને સ્નેહા મનીષભાઈ મોતા (ઉ.વ.12, સીતારાનગર, જૂની રાવલવાડી, ભુજ)ને ઈજાઓ પહોંચી છે. તમામને 108 મારફતે જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં હતા. દુર્ઘટના સર્જનારાં ટ્રકચાલકની પધ્ધર પોલીસે અટકાયત કરી લીધી છે. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી સર્જાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે