વલસાડ : જિલ્લા વહીવટી તંત્ર દ્રારા વલસાડ નો સુપ્રસિધ્ધ તિથલ દરિયા કિનારો શનિ રવિ તથા જાહેર રજા ના દિવસે સેહલાનીઓ માટે બંધ કરાયો કોરોના સંક્રમ ન વધે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્રારા લેવાયા પગલાં લેવાયા છે. દેશભરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા વહીવટી તંત્ર ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે.ગુજરાત મહારાષ્ટ્રના બોર્ડરના વલસાડ જિલ્લામાં વહીવટી તંત્રએ નવી ગાઈડ લાઈનો બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Saurashtra University નો નિર્ણય, 20 તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ
સંક્રમણ રોકવા કવાયત શરુ કરી છે. વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો છે. પરંતુ તેમ છતાં જિલ્લાના તમામ પર્યટક સ્થળો જાહેર રજાના દિવસે બંધ રાખવામાં આવ્યા છે. તો સાથે સાથે આવા સ્થળો ઉપર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે જાહેર સ્થળો જેમકે બસ ડેપો, રેલ્વે સ્ટેશન ઉપર પણ ખાસ મોનીટરીંગ થઇ રહ્યું છે. જિલ્લામાં ક્રિકેટ મેચ માટે પણ ગાઈડ લાઈન બહાર પાડવામ આવી છે.


AHMEDABD: યુવકે પરિણીતાને બાથમાં લઇ ગેલેરીમાં જ કપડા ફાડી નાખ્યા ત્યારે અચાનક...


મેચ રમતા ખેલાડીઓએ પહેલા કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને સાથે સાથે આયોજકે મેચ માટે પરવાનગી લેવાની રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન પ્રેક્ષકો હાજર નહિ રહી શકે. આ ઉપરાંત જિલ્લાની તમામ બોર્ડર ઉપર પણ આરોગની ટીમ સહીત પોલીસ અને આર.ટી.ઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોમાં રહેલા મુસાફરોનું સ્ક્રીનીંગ કરી રહ્યા છે. જિલ્લામાં કોરોનાનો રાફડો ન ફાટે, વલસાડ જિલ્લો કોરોનાની ઝપટે ન ચડે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube