AHMEDABD: યુવકે પરિણીતાને બાથમાં લઇ ગેલેરીમાં જ કપડા ફાડી નાખ્યા ત્યારે અચાનક...

અમદાવાદનાં અત્યંત પોશ ગણાતા વિસ્તાર સિંધુ ભવન રોડ પર બનેલી આ ઘટના વાંચીને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો

AHMEDABD: યુવકે પરિણીતાને બાથમાં લઇ ગેલેરીમાં જ કપડા ફાડી નાખ્યા ત્યારે અચાનક...

અમદાવાદ :  અત્યંત પોશ ગણાતા સિંધુભવન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં શરમજનક ઘટના બની હતી. એક પરિણીતાને તેના જ પાડોશમાં રહેતા યુવકે બાથમાં ભીડી લીધી હતી. પરિણીતા તાબે નહી થતા ઝપાઝપી કરીને તેના કપડા પણ ફાડી નાખ્યા હતા અને પોતાનાં ઘરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાડોશીઓ એકત્ર થઇ જતા પરિણીતાનો બચાવ થયો હતો. જો કે હાલ તો આ શરમજનક ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

શહેરના સિંધુભવન માર્ગમાં એક ધનાઢ્ય ગણાતા બિલ્ડિંગમાં એક મહિલાને યુવક રોજિંદી રીતે શારીરિક રીતે પરેશાન કરતો હતો. જ્યારે આ પરિણીતા ગેલેરીમાં બહાર આવે તો યુવક આંત:વસ્ત્રો પહેરીને બહાર આવતો હતો. જો કે મહિલા ઘણા સમયતી તેને ગણકારતી નહોતી. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે આ પરિણીતાની સહનશીલતાને તે યુવકે ઇશારો સમજીને તેને બાહોમાં લઇ લીધી હતી. પરિણીતાએ પ્રતિકાર કરતા તેના ઘરમાં લઇ જવાનાં પ્રયાસમાં તેના કપડા પણ ફાડી નાખ્યા હતા. જો કે મહિલાએ ચીસાચીસ કરતા આસપાસનાં લોકો એકત્ર થયા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાના પતિ અને યુવક વચ્ચે આ મુદ્દે અગાઉ ઝગડો પણ થઇ ચુક્યો છે. ત્યારે પણ આ યુવકે મહિલાના પતિને ધમકીઓ આપી હતી. મારી નાખીશ જો મારી વચ્ચે આવ્યો તો તેમ કહીને માથાકુટ કરી હતી. જો કે આ ઘટના બાદ તેણે મહિલા સાથે આ વર્તન કરતા હવે પરિણીતાએ આ અંગે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ કરીને યુવકને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news