રાશિ-નક્ષત્ર પ્રમાણે વૃક્ષ ઉગાડશો તો ઉઘડી જશે કિસ્મતના દ્વાર, થશે લાભ
વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ અને નિયત વૃક્ષ નીચે બેસીને આધ્યાત્મિક પ્રગતિ સાધવાની સાથે સાધનના માર્ગમાં ફાયદો મેળવી શકાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. જે
વડોદરા: વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ અને નિયત વૃક્ષ નીચે બેસીને આધ્યાત્મિક પ્રગતિ સાધવાની સાથે સાધનના માર્ગમાં ફાયદો મેળવી શકાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. જે બાબતને અનુસરીને વડોદરા (Vadodara) વન વિભાગ દ્વારા ખાસ રાશિ (Rashi) ઓ અને નક્ષત્રોના સ્થાન મુજબ પીપળો, આમળા, ઉબરો, ખેર,વડ, કંદબ, લીમડો,નાગકેશર, અર્જુનસાદડ વગેરે વૃક્ષોનું વાવેતર કરી રાશિ વન અને નક્ષત્રવન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મદદનીશ વન સંરક્ષક એમ.એમ. રાજ્યગુરૂ કહે છે કે, ખાસ લોકો વૃક્ષો (Tree) ના વાવેતર અને ઉછેર માટે પ્રેરિત થાય તે માટે પૌરાણિક શાસ્ત્રો મુજબ રાશિઓ અને નક્ષત્રના સ્થાનના આધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારના રાશિ વન અને નક્ષત્રવન વડોદરા શહેર આટલાદરા ખાતેના સ્વામિ નારાયણ મંદિર (Swaminarayan Temple) ની જગ્યામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લાકક્ષાના વન મહોત્સવની વેળાએ તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
Delta, Delta+ બાદ હવે કપ્પા વેરીયન્ટનો ગુજરાતમાં પગપેસારો, મળી આવ્યા આટલા કેસ
રાશિઓ અને નક્ષત્રોના આધારે વૃક્ષના વાવેતરનો શાસ્ત્રોક્ત આધાર આપતા મદદનીશ વન સંરક્ષક એમ.એમ. રાજ્યગુરૂ જણાવે છે કે, સમગ્ર નભમંડળને ૧૨ રાશિઓઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. દરેક રાશિઓ એટલે તમામ રાશિઓના કુલ ૯ ચરણનો સમાવેશ થાય છે. રાશિ (Rashi) ઓમાં રહેલા નક્ષત્ર કે તારાઓના કાલ્પનિક બિંદુઓ દ્વારા જે આકાર રચાય છે, તેના આધારે રાશિઓઓના નામ આપવામાં આવ્યાં છે. જે મોટાભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે. શાસ્ત્રોમાં દરેક રાશિઓના આરાધ્ય વૃક્ષો પણ સૂચવવામાં આવ્યા છે. જે તે વ્યક્તિની જન્મ રાશિઓ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ શુભ ગણવામાં આવે છે.
YouTube એ લોન્ચ કર્યું નવું ફીચર, વધુ પૈસા કમાઈ શકશે કંટેન્ટ ક્રિએટર્સ
બ્રહ્માંડમાં વાયુથી બનેલા સ્વયં પ્રકાશિત અનંત અંતરે આવેલા સ્થિર અને બિંદુ જેવા દેખાતા પિંડને આપણે તારાઓ તરીકે ઓળખીએ છીએ. અમુક તારાઓના જૂથને તારામંડળ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહ માર્ગ કે સૂર્યમાર્ગ પર સ્થિત આવા એક તેથી વધુ તારાઓના ચોક્કસ અંતરે આવેલા જૂથોને ૨૭ ભાગમાં વિભાજિત કરીને નક્ષત્ર તરીકે નામ આપી ઓળખવામાં આવે છે.
અવકાશમાં ગ્રહો અને સૂર્ય જે એક ચોક્કસ માર્ગ પર ભ્રમણ કરતા જોવા મળે છે. તેને અનુક્રમે ગ્રહમાર્ગઅને ક્રાંતિવૃત્ત તરીકે ઓખળવામાં આવે છે. આપણે ત્યાં ભારત વર્ષમાં વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યુ છે. જેને આપણે વિવિધ સ્વરૂપઅને વિવિધ પદ્ધતિઓ વડે અનુસરીએ છીએ. તેમા વૃક્ષ ઉપાસના પદ્ધતિનો સમાવેશ થાય છે.
હું ભાજપમાં છું, હતો અને રહીશ, ભાજપને જીત મળે તે માટે તનતોડ મહેનત કરીશ: વજુભાઇ વાળા
આપણી રાશિઓ નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ જે નક્ષત્રમાં વ્યક્તિનો જન્મ થયો હોયતે મુજબ તેના આરાધ્ય વૃક્ષને રોપી તેની પૂજા કરે તો તેના સારા પરિણામો પ્રાપ્ત થાય છે. વૃક્ષ પૂજન એ ઈશ્વર પૂજનનું એક માધ્યમ હોય શકે છે. તેના કારણે આ પરિકલ્પના કરવામાં આવી છે, તેમ એમ. એમ. રાજ્યગુરૂએ ઉમેર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube