Night Street Food: ખાવાની વાત આવે ત્યારે અમદાવાદ અને અમદાવાદીઓને દેશમાં ટોચના ક્રમે મૂકવા પડે. અમદાવાદીઓ ખાવાપીવાના એટલા શોખીન છે કે તમે કોઈપણ વિસ્તારમાં જાવ ત્યાં તમને ગલી ગલીમાંથી વઘાર કે સ્વાદિષ્ટ વાનગીઓની સોડમ મોઢામાં પાણી લાવી દેશે. ખમણ ખાવા હોય કે, ફાફડા, દાળવડા ખાવા હોય કે પછી અવનવા ચીઝ ઢોસા, સ્ટ્રીટ ફૂડ ખાવા માટે અમદાવાદથી વધુ સારી કોઈ જગ્યા હોઈ જ ન શકે. અહીં તમને પાઈનેપલ સેન્ડવિચ પણ ખાવા મળશે અને મેગી ભજિયા પણ. તો અમદાવાદમાં ક્યા કઈ વાનગી છે ફેમસ જે ખાવા તમારે જવું જ જોઈએ જુઓ ચટર પટર વીથ ધરા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાસ ખમણઃ
ગુજરાત અને ગુજરાતીઓની વાત થતી હોય ત્યારે ખમણની વાત ન કરીએ તે કેમ ચાલે? ચણાના લોટમાંથી બનતી અને રાઈ-મરચાના વઘાર વાળી આ વાનગી ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ છે. નોનગુજરાતી ખમણ અને ઢોકળા વચ્ચે ગોથુ ખાઈ શકે પણ ગુજરાતી નહિં. એમાંય વળી દાસના ખમણ હોય એટલે વાત જ શું પૂછવી! મોટાભાગના અમદાવાદીઓ દાસના જ ખમણ ખાવાનુ પસંદ કરે છે. દાસની વાટીદાળના ખમણ, સેવ ખમણી, પાત્રા અને નવતાડના સમોસા જેવી વાનગીઓ પણ ઘણી વખણાય છે.


આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી


સલીમ ભાઈના બર્ગરઃ
છેલ્લા 18 વર્ષથી સલીમ ભાઈ એક જ જગ્યાએથી અમદાવાદીઓને તેમના સ્વાદિષ્ટ બર્ગર ખવડાવે છે. તેમની તેમની આલુ ટિક્કી, બર્ગર્સ, એગ બર્ગર અને બન ખૂબ જ પોપ્યુલર છે. બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી તેઓ બર્ગરનું વેચાણ કરે છે... તેમનો સ્ટૉલ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં હોવાથી અહીં ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ વધારે આવે છે. તો અહીંની ગરમાગરમ પેટીઝ, વેજિટેબલ્સ, મેયોનિઝ, મસ્ટર્ડ સૉસ અને ચીઝથી ભરપૂર વાનગીઓના અનેક અમદાવાદીઓ દીવાના છે.


શ્રી બજરંગ છોલે કુલ્ચાઃ
માત્ર 40 જ રૂપિયામાં અમૃતસરી ભોજનનો સ્વાદ માણવા મળે તે શક્ય છે? કેમ નહિં, અમદાવાદમાં બધુ જ શક્ય છે. મ્યુનિસિપલ માર્કેટમાં આવેલા શ્રી બજરંગના છોલે કુલ્ચા ખાશો તો અમૃતસરની યાદ આવી જશે. અહીં સ્વાદિષ્ટ ગ્રેવી વાળા છોલે બે સોફ્ટ કુલ્ચા સાથે સર્વ કરવામાં આવે છે. તેની સાથે અથાણાના મરચા અને ચટાકેદાર ચટણી પણ હોય છે. જો તમને સ્પાઈસી ફૂડ ભાવતુ હોય અને તમે રવિવારે સાંજે તમારા ફ્રેન્ડ્સ સાથે જવા માંગતા હોવ તો આના કરતા વધારે સારો કોઈ ઓપ્શન નથી.


આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક
આ પણ વાંચો: ABVPના કાર્યક્રમમાં CM માટે એવું કહેવાયું કે તાત્કાલિક સ્ટેજ પરથી સોરી..કહેવું પડ્યુ


માણેકચોકઃ 
ત્રણ દરવાજા પાસે આવેલી આ જગ્યા ખાણીપીણીના શોખીનો માટે સ્વર્ગ છે. અડધી રાત્રે ખાવા પીવાની ઈચ્છા થાય તો માણેક ચોકથી સારી જગ્યા બીજી કોઈ નથી. અહીં ભાજીપાંઉ, રગડા પેટીસ, ચાઈનીઝ ડિશ, ચાટ, અવનવી સેન્ડવિચ અને બર્ગર તમને ખાવા મળશે.  આ ઉપરાંત ફરાળી સેન્ડવિચ અને ચીઝ પાઈનેપલ સેન્ડવિચ અહીંની ખાસિયત છે. જમી લો પછી ત્યાં સ્વાદિષ્ટ પાન પણ ખાવા મળશે...


સાબરમતી જેલ ભજિયા હાઉસ : 
સાબરમતી જેલ ભજિયા હાઉસ અહીં ભજિયાની સુગંધથી જ અનેક લોકો ખેંચાઈ આવે છે. અહીંના મેથીના ગોટા પણ ખૂબ જ વખણાય છે. આ ઉપરાંત તમે ઘરે તાજી તળેલી સેવ ભુજિયા કે કેળાની વેફર પણ પેક કરાવીને લઈ જઈ શકો છો. અહીં ટોસ્ટ અને ચક્રી પણ મળે છે... ચોમાસામાં તો આ જગ્યાની સ્વાદિષ્ટ વાનગીઓની લહેજત માણવાની મજા જ કંઈ ઓર હોય છે.


આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube