ગુજરાતમાં ABVPના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ માટે એવું કહેવાયું કે તાત્કાલિક સ્ટેજ પરથી સોરી... સોરી ... કહેવું પડ્યું

Bhupendra Patel: ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ સંબોધન દરમિયાન બોલવામાં ભુલ કરતા સભામાં ઉપસ્થિત અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશનના કાર્યક્રમમાં આભારવિધિ દરમિયાન  ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવી દીધા હતા. 

ગુજરાતમાં ABVPના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ માટે એવું કહેવાયું કે તાત્કાલિક સ્ટેજ પરથી સોરી... સોરી ... કહેવું પડ્યું

ABVP: લો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નહીં ABVPના... કાર્યાલય મંત્રીએ ભાંગરો વાટ્યો છે. ભાવનગર ખાતે અખિલ ABVPનો 54મો અધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી હતી. તેમણે ગુજરાતના સીએમને ABVPના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી દીધા હતા. જોકે આ ભુલ તરત જ તેમને ધ્યાને આવતાં જ  સ્ટેજ પરથી સોરી.. સોરી કહ્યુ હતું. આમ કાર્યાલય મંત્રીના કારણે એક સમયે સીએમ પણ અચંબામાં પડી ગયા હતા પણ તેઓ સમજી ગયા હતા કે બોલવામાં ભૂલ થઈ ગઈ છે.  

ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 54માં અધિવેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ સંબોધન દરમિયાન બોલવામાં ભુલ કરતા સભામાં ઉપસ્થિત અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધિવેશનના કાર્યક્રમમાં આભારવિધિ દરમિયાન  ABVPના કાર્યાલય મંત્રી અમર આચાર્યએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ABVPના મુખ્યમંત્રી ગણાવી દીધા હતા. 

જોકે આ ભૂલ તેને તરત જ ધ્યાને આવતા મુખ્યમંત્રી સામે જોઈ સોરી કહી દીધુ હતું. જોકે, ઘટનાથી લોકોમાં થોડીવાર માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આમ બોલવામાં ક્યારેક બફાટ ભારે પડી જાય છે. એ આ કાર્યક્રમે સાબિત કરી દીધું હતું. ABVPનો કાર્યક્રમ હોવાથી ભૂપેન્દ્ર પટેલ અહીં ઉપસ્થિત રહ્યાં હતા. 

આ અધિવેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ ABVPએ લોકો સુધી પહોંચાડી છે. આમ ભવિષ્યમાં સરકાર સાથ ખભાથી ખભો મિલાવીને ABVP પણ આગળ આવે. અત્રે નોંધવું ઘટ કે ABVPએ ભાજપની જ એક વિદ્યાર્થી પાંખ છે. જે ભાજપ માટે યુવાઓને તૈયાર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news