ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ ટાસ્ક

Government Job: સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ૭પ૨૨ જગ્યા ખાલી છે. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ૭૫૬, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ૩૪૯૮, સરકારી માધ્યમિકમાં ૧૩૦, ગ્રાન્ટેડ માધ્યમિકમાં ૨૫૪૦ જગ્યા ખાલી છે. સેંકડો વખત રજૂઆત છતાં ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરાઈ નથી.

ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ ટાસ્ક

Government School: ગુજરાતના રાજકારણમાં હાલમાં ભાજપને સૌથી વધારે ચિંતા એ કોંગ્રેસ નહીં આપના વધતા પ્રભાવની છે. ભલે આપ આ વિધાનસભાની ચૂંટણીમાં  માત્ર 5 બેઠકો જીતી છે પણ આપે લોકસભાની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આપનું વર્ચસ્વ ના હોવા છતાં તે સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવતી હોવાથી લોકોમાં તેના પ્રત્યે સહાનુભૂતિ છે. હાલમાં શિક્ષણનો મામલો આપ માટે પ્રાયોરિટી છે. સરકાર આ મામલે ઘણીવાર ભરાઈ ચૂકી છે. 

ઘણીવાર દિલ્હીના અને ગુજરાતના શિક્ષણ સાથે સરખામણી થાય છે તો ભાજપે આ મામલે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા એ બેરોજગારીની છે. સરકારના વિવિધ વિભાગોને ૧૦૦ દિવસમાં કયા કામો અગ્રતાના ધોરણે કરવા તેનો ટાર્ગેટ અપાયો છે ત્યારે શિક્ષણ વિભાગમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૯થી ૧૨ માટે લાંબા સમયથી મોટા પ્રમાણમાં ભરતી થઇ ન હોવાથી ઉમેદવારોની નજર નવા ભરતી જાહેર કરાય છે કે નહીં તેની ઉપર છે. આ શાળાઓમાં મળીને 7 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. આગામી સમયમાં આ ભરતી ન કરાય તો ટાટ પાસ ઉમેદવારોને ફરીથી સચિવાલયમાં આવીને રજૂઆત કરવી પડે તેવી સ્થિતિ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો બનાવીને આમ આદમી પાર્ટીએ ભાજપને ભીસમાં લીધું હતું. શિક્ષકની ભરતી માટે લાયક વિવિધ ઉમેદવારોએ આંદોલન પણ કર્યા હતા. શિક્ષણ વિભાગની કામગીરીને લઇને હતું પરંતુ આજની વિધાનસભામાં ભારે માછલાં ધોવાયા હતા, વિવિધ નિયમોનું કારણ આગળ ધરીને શિક્ષણ વિભાગ ભરતીઓ કરવાનું ટાળતો આવ્યો છે પરંતુ હવે ૨૦૨૩ના વર્ષમાં પણ કેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરાશે તેની કોઇ નક્કર જાહેરાત કરાઈ નથી. 

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨૦૧૮-૧૯માં શિક્ષણ સહાયકની ભરતી કરાઇ હતી. હજારો ઉમેદવારો મેરિટમાં હોવા છતાં નિયમોને આગળ ધરીને જગ્યાઓ ખાલી રખાઈ હતી. આંદોલનો કરાય ત્યારે જે તે શિક્ષણ મંત્રી, વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવી ભરતીનું આશ્વાસન અપાય છે પણ છેલ્લે રિઝલ્ટ જીરો આવે છે. ભાજપે નવી સરકારમાં 5 લાખ નોકરીઓ આપવા માટે તૈયારીઓ કરી છે પણ કેટલી આપી શકે છે એ તો આગામી સમય જ બતાવશે. 

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ૭પ૨૨ જગ્યા ખાલી છે. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ૭૫૬, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં ૩૪૯૮, સરકારી માધ્યમિકમાં ૧૩૦, ગ્રાન્ટેડ માધ્યમિકમાં ૨૫૪૦ જગ્યા ખાલી છે. સેંકડો વખત રજૂઆત છતાં ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરાઈ નથી. કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી તેની પણ ઉમેદવારો રાહ જોઇ રહ્યા છે. 

દિલ્લીના આપના શિક્ષણ વિભાગના મોડલ કરતા ગુજરાતનું શિક્ષણ તંત્ર ચઢિયાતું હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે આગામી સમયમાં નવી સરકાર અને નવા શિક્ષણ મંત્રી ભરતી મામલે તેમની કામગીરી પૂર્ણ કરશે તેવી ઉમેદવારો આશા રાખીને બેઠા છે. જો સરકાર આ મામલાનો ઉકેલ લાવી તો સૌથી મોટી સફળતા ગણાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news