દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક પહેરવું ફરજીયાત છે. તો જાહેરમાં થુંકવાથી બચવું જોઈએ. પરંતુ હજુ ઘણા લોકો માસ્ક પહેરતા નથી, તો કોઈ જાહેરમાં થુંકતા જોવા મળે છે. રાજ્યમાં માસ્ક ન પહેરવા માટે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. તો જાહેરમાં થુંકનાર વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ અમુક બેદરકાર લોકો પોતાના કારણે અન્યના જીવ પણ જોખમમાં મુકી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટરે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. તે પ્રમાણે જો કોઈ જાહેરમાં થુંકશે તો 1 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થુંકવા પર એક હજારનો દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે જે કોઈ વ્યક્તિ જાહેરમાં થુંકતા ઝડપાશે તો તેની પાસેથી એક હજારનો દંડ વસૂલ કરવામાં આવશે. કલેક્ટરે જણાવ્યું કે, મુસાફરી દરમિયાન પણ માસ્કથી પોતાનો ચહેરો ઢાંકવો ફરજીયાત છે. 


હજુ પણ ઘણા લોકો બેદરકાર
જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયું ત્યારથી લોકોને માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવાની સુચના આપવામાં આવી રહી છે. પરંતુ રાજ્યમાં અનેક જગ્યાએ લોકો આ નિયમનો ભંગ કરી રહ્યાં છે. જે પોતાની સાથે અન્ય નાગરિકોના જીવ પણ જોખમમાં મુકી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે પણ હવે દંડની રકમ વધારી દીધી છે. પહેલા માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ કરવામાં આવતો ત્યારબાદ તેને વધારીને 500 રૂપિયા અને હવે 1000 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. 


સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ, જાણો રાજ્યના અન્ય જિલ્લાની સ્થિતિ


દ્વારકા જિલ્લામાં કોરોનાની સ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 96 કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધી 4 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ જિલ્લામાં 56 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 36 જેટલી છે.  


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube