IFFCO Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈને આજે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની બિપીન પટેલ સામે શાનદાર જીત થઈ છે. મહત્વની વાત એ છે કે ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી જયેશ રાદડિયાએ ભવ્ય જીત મેળવી છે. આ સાથે જ સહકારી ક્ષેત્રમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભાજપને ટેન્શન એ બાબતનું છે કે સહકાર ક્ષેત્રમાં આગામી દિવસોમાં રાદડિયાએ બળવાનો ચાતરેલો ચીલો બીજા નેતાઓ સુધી ના પહોંચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત


જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી જીતી
ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપીન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યુ હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હતું. જેના કારણે જયેશ રાદડિયા સામેનો પાર્ટીના જ મોભીઓનો આક્રોશ વધી ગયો હતો, છતાં પણ જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી. આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે? આ સાથે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો બળાપો કાઢ્યો હતો, પણ જમ ઘર ભાળી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ પાર્ટીમાં થયું છે. 


લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો


ગુજરાતની રાજનીતિના વધુ એક મોટા સમાચાર.
ઈફકોના ચેરમેન પદે આવતી કાલે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાશે. જી હા...સૂત્રો તરફથી આ સમાચાર મળી રહ્યા છે. આવતી કાલે દિલ્લીમાં યોજાશે ઈફકોના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી અને આ ચૂંટણીમાં દિલીપ સંઘાણી ફરી એકવાર ઈફકોના ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા બનશે. આજે ડિરેક્ટરોની ચૂંટણી બાદ આવતીકાલે ઈફ્કોના સુકાનીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઈફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી યથાવત રહેશે તેવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. 


આ સાથે જ જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડીને ડિરેક્ટર તરીકે જીત મેળવતાં સહકાર ક્ષેત્રમાં મેન્ડેટ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. દિલીપ સંઘાણીએ પાટીલનું નામ લીધા વગર કહ્યું કે સહકાર ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા નહોતી તો પછી કોના માટે મેન્ટેડ લઈ આવ્યા? 


બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ


નોંધનીય છે કે, ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં પાર્ટીથી ઉપરવટ જઈને જ્યેશ રાદડિયાએ ચૂંટણી લડી હતી અને ભવ્ય જીત મેળવી હતી. રાદડિયાને 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. આ સાથે જ ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. 


ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક


ઈફકોમાં ‘સુરતવાળી' થઈ ! 
સુરતનું કોપી ટું કોપી દિલ્હીમાં ઈફકોની ચૂંટણીમાં થયું હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદરના કોંગ્રેસી વિજય ઝાટકિયાએ ઉમેદવારી કર્યા બાદ ફોર્મ ચકાસણીને તબક્કે તેમના બંને ટેકેદારો દિલ્હી ગયા હતા. જ્યાં આ બંનેએ ઝાટકિયાના ફોર્મમાં “અમારી સહી નથી” એવું સોગંદનામું મૂકતા કોંગ્રેસના આ નેતાની ઉમેદવારી જ રદ્દ થઈ ગઈ છે ! સહકારી સંસ્થામાં સુરત મોડલનું અનુસરણ થતા ભાજપમાંથી કયા મોરલે કળા કરી તે શોધવા સહકારી આગેવાનો માથું ખંજવાળી રહ્યા છે.


રીક્ષા ચાલકનો પુત્ર બન્યો ટોપર્સ, અન્ય વિદ્યાર્થીઓ માટે છોડ્યો એવો સંદેશ કે...


રાદડિયા જેતપુરના ધારાસભ્ય 
સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો હતો. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા હતા, પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નહોતા તેમ ચૂંટણી લડી પણ હતી અને જીતી પણ હતી.