આફ્રિકાના મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા, દુકાનો અને વેરહાઉસો સળગાવી દેવામાં આવ્યા
આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અનેક ગુજરાતીઓને લૂંટવામાં આવ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામમાં અનેક લોકોની દુકાનો લૂંટાઈ છે. હાલ આ તમામ વિસ્તારોમાં ભયનું વાતાવરણ છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી રહી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના અનેક વ્યક્તિઓની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે. હાલમાં આ તમામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આફ્રિકામાં રહેતા જંબુસરના કાવીના વેપારીઓ લૂંટાયા
આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ તેમજ ઈનાયત માનુ, સફરાજભાઈ સીતપોણ નામના ગુજરાતીઓની દુકાનો લૂંટાઈ છે. આ સાથે જ ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં પણ લૂંટફાટ કરીને તેને સળગાવી દેવામાં આવ્યા છે. આ લુંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને ૯ ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૨૧ લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી. તેમણે કહ્યું કે આ અંધાધૂંધીનું નેતૃત્વ કરનારા મોટે ભાગે હારેલા ઉમેદવાર વેનાન્સિયો મોન્ડેલનના યુવા સમર્થકો હતા. તેમને 24 ટકા મત મળ્યા હતા. જે ચાપો બાદ બીજા ક્રમે છે અને તેમને ૬૫ ટકા મત મળ્યા હતા.
રોન્ડાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાષ્ટ્રીય ક્ષેત્રમાં હિંસાની ૨૩૬ ઘટનાઓ નોંધાઇ હોવાનું પ્રારંભિક સર્વેક્ષણો દર્શાવે છે. જેમાં મોઝામ્બિક પ્રજાસત્તાકની પોલીસના બે સભ્યો સહિત ૨૧ લોકોના મોત થયા હતા. ઉપરાંત ૧૩ નાગરિકો અને ૧૨ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું રોન્ડાએ જણાવ્યું હતું. મોઝામ્બિકના ગૃહ પ્રધાન પાસ્કોલ રોન્ડાએ મંગળવારે મોડી રાત્રે માપુતોમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એક દિવસ પહેલા કોર્ટની જાહેરાત બાદ હિંસા અને લૂંટફાટની સ્થિતિ પેદા થઇ ગઇ હતી.
મોઝામ્બિકના માપુટોમાં મહત્તમ સુરક્ષા ધરાવતી જેલમાંથી 6,000 થી વધુ કેદીઓ ભાગી ગયા છે. કેદીઓએ જેલના રક્ષકો પર કાબૂ મેળવ્યો અને તેમની એકે-47 રાઈફલ્સ જપ્ત કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે